સુવિધા:નવસારીના ચીખલી સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ ખાતે બાળકો માટેના સ્પેશિયલ ન્યુબોર્ન કેર યુનિટનો શુભારંભ

નવસારી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંતરિયાળમાં જન્મેલા નવજાત શિશુઓની સારવાર માટે હવે નવસારી સુધી નહીં દોડવું પડે
  • વનમંત્રી ગણપતસિંહ વસાવાએ શુભારંભ કરાવ્યો

રાજ્યના આદિજાતિ વિકાસ, વન મંત્રી ગણપતસિંહ વસાવાએ નવસારી જિલ્લાના ચીખલી સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ ખાતે બાળકો માટેના સ્પેશિયલ ન્યુબોર્ન કેર યુનિટનો શુભારંભ કરાવ્યો હતો. અંતરિયાળમાં રહેતા આદિવાસી પરિવારો માટે એક આશીર્વાદ રૂપ એસ.એન.સી યુ યુનિટનો શુભારંભ થયો છે. જેમાં નવજાત બાળકોને થતા ગંભીર બીમારીમાંથી ઉગારમાં માટે અથવા સમયસર સારવાર અપાવવા માટે આ યુનિટ લાભદાયી નીવડશે અત્યાર સુધી સારવાર કરાવવા માટે નવસારી સિવિલ હોસ્પિટલ સુધી વાલીઓને આવવું પડતું હતું.

હવે જ્યારે સબ ડીસ્ટ્રીક હોસ્પિટલમાં જ નવજાત બાળકોની સારવાર માટેની આધુનિક સુવિધા ઊભી થતાં ચીખલી ખાતે બાળકોની સારવાર થઇ શકશે.આ પ્રસંગે વનમંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, એસએનસીયુની સેવા ઉપલબ્ધ થતાં નવજાત બિમાર બાળકોને હવે ચીખલી હોસ્પિટલ ખાતે જ સારવાર ઉપલબ્ધ થશે તેમજ અંતરિયાળ આદિવાસી વિસ્તારના નવજાત શિશુઓના થતાં મરણ અટકાવાશે. સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલની મુલાકાત સાથે તબીબી સ્ટાફની જાત માહિતી મેળવી હતી. કોરોના દરમિયાન કરવામાં આવેલી કામગીરીની મંત્રીએ આરોગ્ય કર્મયોગીઓની પ્રશંસા કરી હતી અને તમામ આરોગ્ય સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતાં. આ પ્રસંગે ગણદેવીના ધારાસભ્ય નરેશભાઇ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઇ શાહ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ભાવસાર સહિત સબ ડિસ્ટ્રીક હોસ્પિટલ ચીખલીના સ્ટાફમિત્રો ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...