તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવતર પ્રયોગ:નવસારી ટીચર સોસા.માં સૌપ્રથમ મોબાઇલ એપ લોન્ચ

નવસારી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મંડળીના તમામ સભાસદોને હિસાબ કિતાબ હવે આંગળીના ટેરવે મળશે

ધી નવસારી તાલુકાના પ્રાથમિક શિક્ષકોની સહકારી મંડળી લિ.ની વાર્ષિક સાધારણ સભા શિક્ષક સદન શંખેશ્વર કોમ્પ્લેક્ષ કાલિયાવાડીમાં મંડળીના અધ્યક્ષ હેમંતસિંહ ચૌહાણના પ્રમુખસ્થાને મળી હતી. મંડળીના પ્રમુખ વિશાલસિંહ રાઠોડ દ્વારા ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરી સભાની શરૂઆત કરાઈ હતી. આ પ્રસંગે મંડળીની મોબાઈલ એપ્લીકેશન નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એમ.પી.ચૌધરી તથા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી હરીશભાઈ પટેલ દ્વારા લોન્ચ કરવામાં આવી હતી. મંડળીના હિસાબો સેક્રેટરી રાજેશભાઈ ચૌધરી દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.

ઓડિટર વિજયભાઈ પટેલે ઓડિટ રિપોર્ટનું વાંચન કર્યું હતું. નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિલીપભાઈ પટેલ અને નવસારી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઠાકોરભાઈ પટેલ હાજર રહી શુભકામના પાઠવી હતી. ધોરણ -12માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા તેજસ્વી તારલાઓનું તથા ચાલુ વર્ષે નિવૃત્ત થતા સભાસદોનું સન્માન કરાયું હતું. વર્ષ દરમિયાન સૌથી વધુ વીમા પ્રિમિયમ ભરનાર સુનિલભાઈ પટેલનું પિયુષભાઇ દેસાઈ બ્રાંચ મેનેજર એલઆઈસી નવસારી દ્વારા સન્માન કરાયું હતું. અંતે મંડળીના ઉપપ્રમુખ મેહુલકુમાર પટેલ દ્વારા હાજર તમામ મહાનુભાવો તથા 376 પૈકી હાજર રહેલા તમામ સભાસદોનો અભાર માન્યો હતો.

તમામ હિસાબ સરળતાથી મળશે
જિલ્લાની મંડળીઓ પૈકી મોબાઈલ એપ્લીકેશન સૌપ્રથમ લોન્ચ કરાઇ તેનાથી આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. આ એપથી સભાસદો હિસાબ જોઈ શકશે. - વિશાલસિંહ રાઠોડ, પ્રમુખ

મંડળીનું ડિજીટલાઇઝેશનથી આનંદ
મંડળીનું ડિજીટલાઈઝેશન કરવા બદલ કર્મચારીગણ તથા કાર્યવાહક મંડળને અભિનંદન પાઠવું છું. મંડળી ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભકામના. - હેમંતસિંહ ચૌહાણ, અધ્યક્ષ

હિસાબમાં વધુ ચોકસાઇ આવશે
ડિજીટલ સોફ્ટવેરની મદદથી મંડળીના તમામ હિસાબો ચોકસાઈપૂર્વક અને અદ્યતન નિભાવી શકાશે. - રાજેશભાઈ ચૌધરી, સેક્રેટરી

અન્ય સમાચારો પણ છે...