તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રાફિક સેન્સ:શાળાના બાળકોમાં ટ્રાફિક નિયમોની જાણકારી વધે તે માટે જાગૃતિ અભિયાનની શરૂઆત

નવસારી14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વિદ્યાર્થીઓને નિયમોનું પાલન ન થાય તો કેવી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે તેની સમજ અપાઈ

કેન્દ્ર સરકાર દેશમાં અકસ્માતોની સંખ્યા માં ઘટાડો થાય તે માટે અનેક જાગૃતિ અભિયાન ચલાવે છે જેને લઇને લોકોમાં ટ્રાફિક સેન્સ આવે જેથી નિયમોની અમલવારી થઈ શકે. હાઇવે અને રાજ્ય ધોરીમાર્ગો પર થતાં અકસ્માતમાં અનેક લોકોના જાન ગુમાવે છે. ત્યારે બાળકોમાં ટ્રાફિક નિયમોની સમજ આપવામાં આવ્યું હતું.

રાષ્ટ્રીય માર્ગ સલામતી માસના અભિયાન

અકસ્માતમાં ઘટાડો આવે તેને લઈને કેન્દ્ર સરકાર પ્રયત્નશીલ છે, ત્યારે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસના અભિયાનની નવસારીમાં શરૂઆત થઇ છે. ત્યારે શાળાના બાળકોને સૌ પ્રથમ ટ્રાફિક નિયમોની જાણકારી આપવામાં આવી છે. જે પૈકી નવસારીની ટાટા હાઇસ્કૂલ ખાતે જિલ્લા ટ્રાફીક એજ્યુકેશન ટ્રસ્ટ અને ટ્રાફિક વિભાગ દ્વારા શાળાના બાળકોને નિયમોની જાણવાની નહીં થાય તો કેવી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થાય છે તેની સમજ અપાઈ હતી.

માતાપિતા નું પણ જાગૃત થવું જરૂરી

મોટાભાગના કેસમાં વાલીઓ પોતાના બાળકોને વાહનો ની ચાવી આપીને નિશ્ચિંત બની જતાં હોય છે અને બાળકો વાહન ચલાવવાના ઉત્સાહમાં અકસ્માત નોતરે છે. ત્યારે જો દરેક શાળામાં ટ્રાફિક નિયમોની જાણકારી અંગે અભિયાન થાય તો બાળકો તેની ગંભીરતા વિશે જાણી શકશે અને જે રીતે અકસ્માતો થાય છે તેમાં ઘટાડો થવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો