વાતાવરણમાં ઠંડક પ્રસરી:નવસારીમાં મોડી રાતથી ગાજવીજ સાથે વરસાદ, ખેરગામમાં દોઢ ઇંચ ખાબક્યો

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે દિવસથી વરસાદી માહોલ જામતા લોકોને બફારાથી મુક્તિ મળી

નવસારી જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ગઈકાલે પાડોશી શહેર સુરતમાં વરસાદથી નવસારીમાં પણ માહોલ બન્યો હતો. જિલ્લાના ખેરગામ તાલુકામાં સવારે 4:00થી 6:00 વાગ્યાના બે કલાકમાં 40 MM એટલે કે 1.6 ઇંચ વરસાદ નોંધાયો છે.

ક્યાં કેટલો વરસાદ
નવસારી શહેર અને જલાલપુર તાલુકામાં પણ વરસાદ નોંધાયો છે. નવસારીમાં આજે સવારે 6 વાગ્યે પુરા થતા 8 કલાકના વરસાદી આંકડા પર નજર કરીએ તો નવસારી 08 MM,જલાલપોર,06 MM,ગણદેવી 00 MM,ચીખલી 00 MM, ખેરગામ 40 MM(1.6 ઇંચ) અને વાંસદા 02 MM વરસાદ નોંધાયો છે. છેલ્લા બે વર્ષ બાદ છૂટ સાથે ગણેશ ઉત્સવ ઉજવતા ગણેશ ભક્તોની મજા આ વરસાદી બગાડી હોય તેમ ગણેશ મંડળે તાત્કાલિક મંડપની બહાર તાડપત્રીની વ્યવસ્થા કરવાની શરૂઆત કરી છે, લોકો ગણેશ મંડળોની મુલાકાત લઈને સાથે આ ઉત્સવ ઉજવી રહ્યા છે, ત્યારે વરસાદ વીજનો ઊભું ન કરે તેવી પ્રાર્થના પણ કરવામાં છે.

અન્ય સમાચારો પણ છે...