• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Late Ahmed Patel's Daughter Visited Anant Patel, Said Amit Shah Is Coming To Unai, So Hopefully He Will Inquire About The Situation.

અનંત પટેલની મુલાકાત:સ્વ.અહેમદ પટેલની દીકરીએ અનંત પટેલની મુલાકાત લીધી, કહ્યું- અમિત શાહ ઉનાઈ આવી રહ્યા છે તો આશા છે કે તેઓ હાલચાલ પૂછશે

નવસારી2 મહિનો પહેલા

વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ ઉપર થયેલા હુમલા બાદ તેઓ વાંસદાની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જેમને મળવા કોંગ્રેસના નેતા અને આગેવાનો વાંસદા પહોંચી રહ્યા છે. ત્યારે આજે કોંગ્રેસના દિગજ્જ નેતા સ્વ. અહમદ પટેલની દીકરી મુમતાઝ પટેલે વાંસદા ખાતે અનંત પટેલની મુલાકાત લીધી હતી. અનંત પટેલ ઉપર થયેલા હુમલાને મુમતાઝ પટેલે દુઃખદ ગણાવ્યો હતો. કારણ કે, એક MLA પર હુમલો થાય તો આમ જનતાનું શું? જ્યારે એમને મળ્યા બાદ એમની સ્ફુર્તિ જોઈ લાગ્યું કે અનંત પટેલ લડાયક મૂડમાં છે.

અમિત શાહ ખબર પૂછતાં જાય એવી આશા વ્યક્ત કરી
હુમલાના 72 કલાક બાદ પણ આરોપીઓ ન પકડાતા દોષીઓ વહેલામાં વહેલા પકડાય સાથે જ અનંત પટેલની સુરક્ષા સાથે જનતાની સુરક્ષા પર ધ્યાન આપવામાં આવે એવી આશા વ્યક્ત કરી હતી. જ્યારે અમિત શાહ કાલે વાંસદા આવી રહ્યા છે. તો અનંત પટેલને મળીને ખબર પૂછતાં જાય એવી આશા પણ વ્યક્ત કરી હતી.

સમર્થકોએ આરોપીઓને તાત્કાલિક પકડવા ઉગ્ર માગ કરી હતી
8મી ઓક્ટોબરે ખેરગામ બજારમાં સાંજે અનંત પટેલ પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે તેમના સમર્થકોએ તાત્કાલિક આરોપીઓ પકડાય તેવી ઉગ્ર માગ કરી હતી. જેથી પોલીસે 72 કલાકનો સમય માંગ્યો હતો. આ ઘટનાના પ્રત્યાઘાતો સમગ્ર ગુજરાતમાં પડ્યા છે. ત્યારે આરોપીઓ ક્યારે પકડાય તેના પર સમગ્ર આદિવાસી સમાજ સહિત કોંગ્રેસની નજર રહેલી છે.

અન્ય સમાચારો પણ છે...