જગ્યા ખાલી:લેન્ડ રેકર્ડ્સ અને સિટી સર્વે અધિકારીની જગ્યા ખાલી

નવસારીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

છેલ્લા ઘણા સમયથી નવસારીમાં લેન્ડ રેકર્ડ્સ અધિકારી અને સિટી સરવે અધિકારીની જગ્યા ખાલી રહેતા લોકોને તકલીફ પડી રહી છે. નવસારી જિલ્લા મથકે ડિસ્ટ્રિકટ લેન્ડ રેકર્ડ્સ વિભાગ અને સિટી સરવે વિભાગ આવેલો છે. ડીએલઆરમાં જમીનની માપણી, દસ્તાવેજો, રેકર્ડ્સ સંબંધી કામકાજ થાય છે તથા સિટી સરવે વિભાગમાં પ્રોપર્ટી કાર્ડ સહિત અનેક કામકાજ સિટી સરવેને લગતું થાય છે.

આ બંને વિભાગોમાં ઉચ્ચ અધિકારીની જગ્યા છે. જોકે મળતી માહિતી મુજબ લેન્ડ રેકર્ડ્સ અધિકારીની જગ્યા તો ઘણા સમયથી ખાલી છે, જ્યારે સિટી સરવે અધિકારીની જગ્યા પણ કેટલાય સમયથી ખાલી જ રહેવા પામી છે. આ બંને મહત્વની જગ્યાનો ચાર્જ સુરત ફરજ બજાવતા અનંત પટેલ નામના અધિકારીને આપવામાં આવ્યો છે. નવસારીમાં બંને જગ્યા ઉપર પૂર્ણ સમયના અધિકારી ન હોવાને કારણે લોકોને તકલીફ પડી રહી છે.કેટલીય વખત અધિકારી હાજર રહી ન શકતા લોકોને ધક્કા પણ ખાવા પડે છે. આ ખાલી જગ્યા જલ્દી ભરાય એ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...