માગ:સાપુતારા નવાગામનાં રહીશો દ્વારા જમીનની માગ

આહવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મંત્રીને સ્થાનિકોએ આવેદન પાઠવ્યું

ડાંગ જિલ્લાનાં સાપુતારા નજીક આવેલ નવાગામવાસીઓ દ્વારા જમીન પ્લોટની માંગણી બાબતે રવિવારે મંત્રી નરેશભાઈ પટેલ (આદિજાતિ વિકાસ, અન્ન, નાગરિક પુરવઠો, ગ્રાહક સુરક્ષા ગુજરાત રાજ્ય)ને આવેદનપત્ર આપી જમીન પટ્ટાના હક્કની માંગણી કરી હતી. ગિરિમથક સાપુતારા નજીકનાં નવાગામમાં વસવાટ કરી ધંધો રોજગાર મેળવનાર લોકો દ્વારા જમીન પ્લોટ માંગણી બાબતે મંત્રી નરેશભાઈ પટેલને આવેદન આપ્યું હતું.

થોડા દિવસ પહેલા રાજ્ય સરકાર દ્વારા નવાગામવાસીઓને જમીન હક્ક પત્રક આપ્યા હતા. જેમાં 17 પરિવારના લોકો જમીન હક્કથી વંચિત રહી જતા તેઓએ જમીન પ્લોટ હક્ક માટે માંગણી કરી છે. આવેદનમાં જણાવ્યાનુસાર 12/02/2022ના રોજ નવાગામવાસીઓને જમીન હક્ક પત્રક આપ્યા હતા પરંતુ 17 જેટલાં લોકો જેઓ અન્ય જિલ્લા રાજ્યમાંથી નવાગામમાં વસવાટ કરતા હોવાથી તેઓને જમીન હક્ક આપવામાં આવ્યા નથી. તેઓના જણાવ્યાનુસાર માપણી વખતે તેઓના પ્લોટની પણ માપણી કરવામાં આવતી હતી. તેઓની આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેઓ હાલ જમીનની માંગણી કરી રહ્યાં છે.

છેલ્લા 40 વર્ષથી તેઓના નવાગામમાં વસવાટ કરી રહ્યા છે. અન્ય લોકોને 99 વર્ષના ભાડાપેટે રૂપિયા 1ના ટોકનથી પ્લોટ ફાળવણી કરવામાં આવી છે, તો તેઓની માંગ છે કે તેઓને પણ જમીન ફાળવણી માટે પ્લોટ આપવામા આવે.

અન્ય સમાચારો પણ છે...