તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધાર્મિક:લક્ષ્મીપૂજન એ ધનવૃદ્ધિ અને સ્વાસ્થ્ય વૃદ્ધિ માટે કરાય છે : પદ્મદર્શનજી મ.સા.

નવસારી5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આંતરધન તમે જ્યાં જશો ત્યાં સાથે જ આવવાનું છે

નવસારી તીઘરા સ્થિત બાવન જીનાલયમાં પૂજ્ય પંન્યાસપ્રવર પદ્મદર્શનવિજયજી મહારાજે પ્રભુ મહાવીરદેવની અંતિમ દેશનાના અનુસંધાનમાં જણાવ્યું હતું કે, મનુષ્ય ગતિ એ શ્રેષ્ઠ ગતિ છે. સાધના અને સિદ્ધિનું જંકશન મનુષ્ય ભવ છે. પ્રભુ મહાવીરદેવે પણ માનવને જ મહાન કહ્યો છે. અનંતકાળમાં અનંતા તીર્થંકરો થઈ ગયા પણ પરમાત્મા મહાવીરના જીવનમાં જ કેટલીક ચમત્કારિક ઘટનાઓ બની હતી. કોઈપણ તીર્થંકરની દેશના ક્યારે પણ નિષ્ફળ જતી નથી. કોઈને કોઈ જીવો તો વૈરાગ્ય પામીને વિરતિઘર બનતા હોય છે પણ શ્રમણ ભગવંત મહાવીરની પ્રથમ દેશનામાં કોઈને પણ વૈરાગ્ય જાગ્યો નહીં. પરમાત્માએ ક્ષણવાર માટે દેશના આપીને પૂર્ણવિરામ અર્પ્યું. વિહાર કરી પ્રભુ ચાલ્યા ગયા. આ એક આશ્રર્યકારી ઘટના હતી. આના દ્વારા એ સૂચિત થાય છે કે પ્રભુનું શાસન નરેન્દ્ર, દેવેન્દ્ર, સંપત્તિમાનો, સત્તાધીશો કે વિદ્વાનોથી ચાલતું નથી પણ વિરતિધરોથી ચાલે છે. મૂલ્યો, મર્યાદાઓ અને સભ્યતાઓથી પ્રભુનું શાસન ચાલે છે. રાજશાસન માટે મૂલ્યો, મર્યાદાઓ અને સભ્યતાઓનો સૂર્યાસ્ત થઈ રહ્યો છે. સુશાસન માટે મૂલ્યાદિત્રિકને જીવંત કરવા પડશે. દિપાવલી પર્વમાં ધનતેરસનું મહત્ત્વ પણ ઘણું છે. લક્ષ્મીપૂજન એ ધનવૃદ્ધિ અને સ્વાસ્થ્ય વૃદ્ધિ માટે કરાય છે. આ દિવસને આમ પ્રજા આર્થિક સુખ સમૃદ્ધિના લક્ષ્ય સાથે ઉજવતી હોય છે. બાહ્ય ધનને ગાયના દૂધથી અભિષેક કરવાનો છે એના કરતા આંતરધનને આંસુથી ધોવાનું છે. બાહ્ય ધન તો જ્યાં સુધી આંખ ખુલી છે ત્યાં સુધી એમનું મહત્ત્વ છે પણ આંતરધન તો તમે જ્યાં જશો ત્યાં સાથે જ આવવાનું છે. આત્મા ઉપર લાગેલા કામ, ક્રોધ, અહંકાર અને ઈર્ષ્યાદિરૂપ જે ડાઘ લાગેલા છે તે ખતરનાક છે. આ ડાઘને પશ્ચાતામરૂપી આગમાં નાંખીને સાફ કરવા જરૂરી છે. બાહ્ય ધન કરતા આંતરધન ચઢિયાતુ છે. સન્માર્ગે ધન કમાવાનો અને ખર્ચવાનો સંકલ્પ કરવાનો છે. સાત્વિક ધન એજ શ્રેષ્ઠ ધન છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો