તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:અજરાઇ ગામે લોકોના વિરોધથી તળાવ માટી ખનન ઠરાવ રદ કરાયો

નવસારી11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કલેકટરને રજૂઆત બાદ ગ્રામસભામાં લેવાયેલો નિર્ણય

ગણદેવીના અજરાઈ ગામે સરપંચ, તલાટી અને પંચાયતના સભ્યોની મિલીભગતને લઈ 45 વીઘાનું તળાવ માત્ર રૂ. 5 લાખમાં ગણદેવીના માટીખનન કરતા ઇજારદારને આપવામાં આવ્યું હતું. આ બાબતે ગ્રામજનોએ વિરોધ કરી કલેકટરને લેખિતમાં ફરિયાદ કરી હતી. જેને પગલે ગ્રામજનોએ મિટીંગ બોલાવીને આ ઠરાવ રદ કરાવી દીધો હતો અને આગામી દિવસોમાં તળાવમાં માટી ખનન કરવા બાબતે સરકારી નિયમોને અનુસરીને ટેન્ડરીંગ કરાશે.

અજરાઈ ગામના સ્થાનિકો અશોકભાઈ, નિમેષભાઈ, મહેશભાઈ, મિતેશભાઈ સહિત 20થી વધુ ગ્રામજનોએ કલેકટરને અજરાઈ ગામમાં હરાજી વગર જ 45 વીઘા તળાવ આપી દેવા બાબતે ફરિયાદ કરી હતી. જેમાં જણાવ્યું હતું કે ગણદેવી તાલુકાના અજરાઈ ગામે સરવે નંબર-224 વાળા તળાવમાં ખોદકામ બાબતે 22મી માર્ચે ગ્રામસભામાં ટેન્ડર બહાર પાડી તળાવ આપવાની ચર્ચા થઈ હતી પરંતુ આ તળાવ બંધબારણે રૂ. 5 લાખમાં જ આપી દેવામાં આવ્યું હતું.

આ બાબતે સરપંચ, તલાટી અને અન્ય સભ્યોની મીલીભગત હોવાની શક્યતા હોય ગ્રામજનોએ આ વિવાદ બાબતે 3જી મે સોમવારે ગ્રામસભાનું આયોજન કર્યું હતું. જેમાં બંને પક્ષોએ સહમતિ લઈને અગાઉ ગ્રામસભામાં તળાવમાં માટીખનન બાબતે કરાયેલો ઠરાવ રદ કરી દીધો હતો અને રૂ. 5 લાખનો એડવાન્સ ચેક મૂળ ઇજારદારને પરત કરવાનો પણ ઠરાવ કરાયો હતો.

હવે ભુસ્તર વિભાગના માર્ગદર્શન મુજબ ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે
આગામી સમયમાં ગામમા આવેલા તળાવમાં માટીખનન બાબતે સરકારી માપણી લાવીને તળાવનું ક્ષેત્રફળ નક્કી કરી ભૂસ્તર વિભાગ માટીની ખોદકામ અંગે રકમ નક્કી કરે અને તેને ધ્યાને લઇ ટેન્ડરીંગ કરવા માટે સર્વાનુમતે ઠરાવ કર્યો હતો. આ ઠરાવને સર્વાનુમતે પાસ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો