વિરોધ પ્રદર્શન:પ્રિમોન્સૂનમાં જ પાણી ભરાતાં વિજલપોર પૂર્વ વિસ્તારના લાેકાેની આંદોલનની ચીમકી

નવસારીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવસારી-વિજલપોર નગરપાલિકા બનતા લોકોને આશા હતી કે, તેમના વિસ્તારનો વિકાસ થશે અને તેમની સમસ્યાનું કાયમી નિરાકરણ આવશે. પણ હંમેશાની જેમ વિજલપોર વિસ્તારમાં વિકાસ નામનો શબ્દ જ ન હોય તેમ તેની અધિકારીઓ અને ચૂંટાયેલા સભ્યો દ્વારા અવગણના કરાઇ રહી હોય તેમ જણાઇ રહ્યું છે. નવસારી અને વિજલપોર એમ બન્ને નગરપાલિકાને એક કરી તો દેવાઇ છે, પણ રોડ રસ્તા, પાણી, ગટર જેવી પ્રાથમિક જરૂરીયાતોનો અભાવ આજે પણ વિજલપોર વિસ્તારમાં દેખાય છે.

ગત મોડી રાત્રે વરસેલા વરસાદમાં વિજલપોર વિસ્તારમાં ઠેરઠેર પાણીના ખાબોચીયા અને કાદવ જોવા મળી રહ્યો છે. વિજલપોરની અનેક એવી સોસાયટીઓ છે જેમાં વરસાદ થતાની સાથે જ પાણીના ખાબોચીયા ભરાય જાય છે અને કાદવ-કિચ્ચડ પણ થતો હોય છે. ચૂંટણીમાં મોટામોટા સપના બતાવનારા નગરસેવકો વરસાદની શરૂઆત થતાની સાથે જ ગાયબ મોડમાં આવી જતા હોય છે. ગત મોડી રાત્રે વરસેલા વરસાદે નગરપાલિકાની કામગીરીની પોલ ખોલીને મુકી દીધી છે. વિકાસ માટે ઝંખતા વિજલપોર વિસ્તારના રહીશોએ પુરતી સુવિધા ન મળતા આવી स्સ્થિતિ રહેશે તો તમામ લોકોએ અેકત્ર થઇ આંદોલન કરવાની પણ ચિમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...