તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૃષિ:ખેડૂતોની આવક બમણી કરવા KVKની સર્વેની કામગીરી શરૂ

નવસારી25 દિવસ પહેલા
  • કૉપી લિંક

વર્ષ 2018માં ભારતનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા અંગે ઝુંબેશ શરૂ કરાઈ. જે અંતર્ગત કૃષિને લગતા વિવિધ સોપાનો જેવા કે પાક ઉત્પાદકતા વધારવી, પશુપાલક ઉત્પાદકતા (દૂધની ઉત્પાદકતા) વધારવી, ઉપલબ્ધ સ્ત્રોતોની ઉપયોગીતા વધારી ઉત્પાદન ખર્ચ ઘટાડવો, પાક ફેરબદલી દ્વારા વધુ ઉત્પાદન આવક આપતા પાકોની ખેતી તરફ વાળવા સારા ટેકાનાં ભાવો દ્વારા ખેડૂતોને વધુ આવક મળે, કુદરતી આફતોમાં પુરતું વળતર મળી રહે તે માટે પાક વીમા યોજના વગેરે જેવી યોજનાઓ અને કાર્યક્રમો દ્વારા ખેડૂતોને મદદરૂપ થવાય તેવી કૃષિલક્ષી યોજનાઓ જાહેર કરાઈ.

જે અંતર્ગત ગામે ગામ વધુમાં વધુ ખેડૂતોને આવરી લઈ આ કૃષિ યોજનાઓનો મહત્તમ લાભ ખેડૂત સમાજને મળે અને તેઓ આર્થિક રીતે સમૃધ્ધ બને તેવા પ્રયાસો હાથ ધરાયા. આ બાબતે ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, ન્યુ દિલ્હીના સુચના અને વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. સી.કે. ટીંબડીયાના માર્ગદર્શન હેઠળ કૃષિ વિજ્ઞાન કેન્દ્રોએ બે ગામો દત્તક લઈ ખેત ઉત્પાદનની માહિતી મેળવવા માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વાંસદા તાલુકાના કાવડેજ અને માનકુનિયા ગામની પસંદગી કરાયેલ છે. જેમાં ખેડૂતોની આર્થિક આવક અંગેની માહિતી મેળવવા માટે કેન્દ્રની ટીમ દ્વારા સર્વે કામગીરી હાથ ધરાઈ જે અંતર્ગત તા. 05/07/2021ના રોજ કાવડેજ ગામે ખેડૂત મીટીંગનું આયોજન કરી ખેડૂતોનાં સર્વે ફોર્મ ભરાયા સાથે સાથે ખેડૂતોને સારી આવક મેળવવા માટેનાં વિવિધ પગલાંઓ વિશે તાંત્રિક માર્ગદર્શન પૂરું પડાયું હતું.

અન્ય સમાચારો પણ છે...