તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંશોધન:કૃષિ યુનિવર્સિટીએ સોલાર વોટર પંપથી ખેતીમાં વીજળીની બચત થાય તે માટે સફળ પ્રયોગ કર્યો

નવસારી20 દિવસ પહેલા
  • યુનિવર્સિટી દ્વારા સોલર વોટર પંપ બનાવીને વીજળીની બચત થાય તે માટે સંશોધન કર્યું
  • નવા નવા પ્રયોગો સાથે ખેતીને ટેક્નોલોજી સાથે જોડીને મહેનત અને ખર્ચ બચાવી શકાય છે

આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઠેર ઠેર વિશ્વને કઈ રીતે હરિયાળું બની શકાય તે માટે ચિંતન કરી મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ કરવામાં આવે છે. જેમાં નવસારી કૃષિ યુનિવર્સિટીએ સોલાર વોટર પંપથી ખેતીમાં વીજળીની બચત થાય તે માટે સૌર ઉર્જાને પ્રાથમિકતા આપતુ સંશોધન કર્યું છે.

પંપનું આજે યુનિવર્સિટી ખાતે લોકાર્પણ કરવામાં આવ્યું

નવસારી કૃષિ યુનિવર્સિટી પણ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સંશોધન કરીને નવા નવા પ્રયોગો સાથે ખેતીને ટેક્નોલોજી સાથે જોડીને કઈ રીતે મહેનત અને ખર્ચ બચાવી શકાય તે માટે હંમેશા કાર્યશીલ રહે છે. ત્યારે આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે યુનિવર્સિટી દ્વારા સોલર વોટર પંપ બનાવીને વીજળીની બચત થાય તે માટે સંશોધન કર્યું છે.

ખેતીમાં વોટર પંપમાં મહત્તમ વીજળીની ખપત થતી હોય છે. જેથી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ઝીણાભાઈ પટેલ અને વૈજ્ઞાનિકોની ટીમ ના સંયુક્ત ઉપક્રમે આ પંપનું આજે યુનિવર્સિટી ખાતે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.માછલીના તળાવોના પાળા ઉપર બમ્બુ સહિત અન્ય વૃક્ષોનું રોપણ કર્યું સાથે જ માછલીના તળાવોના પાળા ઉપર બમ્બુ સહિત અન્ય વૃક્ષોનું રોપણ કરીને જમીનનું ધોવાણ થતું અટકાવવા માટે પણ યુનિવર્સિટીએ અનોખી પહેલ કરી છે. ચોમાસા દરમિયાન તળાવમાં પાણી ભરાવાથી પાણી છલકાય છે. અને જેનાથી તેની આજુબાજુની જમીનનું ધોવાણ થાય છે. જેને અટકાવવા માટે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે તળાવના ફરતે બામ્બુની રોપણી કરવામાં આવી હતી. યુનિવર્સિટીમાં નેહરુ યુવા સંગઠન અને એગ્રીકલ્ચર કોલેજના સંયુક્ત ઉપક્રમે પણ યુવા સંગઠન મળીને વૃક્ષારોપણ કર્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...