તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રસીકરણ:જિલ્લામાં એક જ દિવસે 13 હજારને કોવિડ રસી

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રસીકરણની સંખ્યામાં વધારો કરાયો
  • 9537 જણાએ રસીનો પહેલો ડોઝ લીધો

નવસારી જિલ્લામાં બુધવારે રસીકરણમાં વધારો કરાયો અને એક જ દિવસે 13 હજારથી વધુને રસી અપાઈ હતી. જિલ્લામાં બુધવારે રસીકરણની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો હતો. એક જ દિવસે 13403 જણાને રસી આપવામાં આવી હતી, જેમાં 9537 જણાએ પહેલો અને 3886 જણાએ બીજો ડોઝ લીધો હતો.

તાલુકાવાર જોઈએ તો નવસારીમાં 2474,જલાલપોરમાં 2095, ગણદેવીમાં 2474, ચીખલીમાં 3733, ખેરગામમાં 702 અને વાંસદા તાલુકામાં 2229 જણાએ રસી લીધી હતી. તંત્ર દ્વારા હાલ વેક્સિનેશન પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

સતત છઠ્ઠા દિવસે કોવિડ કેસ નહીં
જિલ્લામાં 19મીએ કોરોનાનો કેસ નોંધાયો હતો.ત્યારબાદ સતત છઠ્ઠા દિવસે પણ કોઈ જ કેસ નોંધાયો ન હતો અને કુલ કેસની સંખ્યા 7183 જ રહી હતી. કુલ રિકવર સંખ્યા 6990 અને એક્ટિવ કેસ પણ એક જ રહ્યો છે. આ એક્ટિવ દર્દી હોમ આઇસોલેશનમાં છે.

અન્ય સમાચારો પણ છે...