તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દવા સાથે દુઆ:કોવિડ દર્દીની પત્ની અને બહેન સિવિલ હોસ્પિટલ બહાર બેસી બુકમાં સતત લખે છે ‘જય માતાજી’

નવસારી3 મહિનો પહેલાલેખક: નીલ નાયક
  • કૉપી લિંક
  • રોજ સવારે રાનકૂવાથી નવસારી સિવિલ આવે છે અને સાંજે ઘરે પરત ફરે છે

કોરોનાએ અનેકો પરિવારને વિખેરી નાખ્યાં છે, ડોક્ટરો હોય કે પછી ઓરોગ્યકર્મીઓ દર્દીઓને બચાવવા માટે દિવસ-રાત એક કરીને અવિરત સેવા બજાવી રહ્યાં છે. આવા સમયે દર્દી અને તેમના પરિવાર પાસે ભગવાનને દુઆ કર્યા સિવાય બીજો કોઇ માર્ગ બચ્યો નથી. પોતાના પ્રિય સ્વજન કોરોનાને હરાવીને પરત ઘરે હેમખેમ ફરે તેના માટે સતત ભગવાનને પ્રાથના કરી રહ્યાં છે.

નવસારી સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દી રિતેષભાઇ પટેલના પત્ની નિકુંતીબેન અને બહેન વર્ષાબેન સિવિલ હોસ્પિટલના પ્રાંગણમાં બેસીને તેમના ભાઇ-પતિને બચાવવા માટે નોટબુકમાં જય માતાજી લખીને પ્રાથના કરી રહી છે. રિતેષભાઇ છેલ્લા 5 દિવસથી નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે કોરોનાની સારવાર લઇ રહ્યાં છે. રિતેષભાઇને હિંમત આપવા માટે બહેન અને પત્ની રોજ સવારે રાનકૂવાથી આવે છે અને સાંજે 5.00 વાગ્યા સુધી હોસ્પિટલ પ્રાંગણમાં જ બેસીને રિતેષભાઇ જલ્દી સારા થઇ જાય તેના માટે નોટબુકમાં જય માતાજીના નામ લખીને જાપ કરે છે.

આ સાથે જ રિતેષભાઇની તબિયત કેવી છે તે જાણવા માટે તેમને વિડિયો કોલ પણ કરે છે અને કોઇપણ પ્રકારની ચિંતા ન કરી આરામ કરવાનું કહે છે. આમ કોરોનામાં લોકો દવાની સાથે દુઆ કરીને પોતાના સ્વજનને જલ્દીથી સાજા કરવાની પ્રાથના કરી રહ્યાં છે.

ભાઇની સાથે દરેક દર્દી માટે પ્રાર્થના કરીએ છીએ
મારો ભાઇ જલ્દીથી સારો થઇ જાય તેના માટે અમે માતાજીને પ્રાથના કરીએ છીએ. તેની સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ દરેક કોરોના દર્દી માટે અમે માતાજીને પ્રાથના કરીએ છીએ કે, તેઓ પણ જલ્દીથી સારા થઇ જાય. ભાઇની હિંમત વધારવા માટે હું અને મારી ભાભી રોજ સવારે ટિફિન લઇને રાનકૂવાથી આવીએ છીએ અને સાંજ સુધી સિવિલમાં જ રોકાઇએ છીએ. > વર્ષાબેન પટેલ, રિતેષભાઇના બહેન

અન્ય સમાચારો પણ છે...