ખેડૂતોએે હાશકારો અનુભવ્યો:વરસાદની બે દિવસની આગાહી છતાં નવસારીમાં કોરુંકટ રહ્યું

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 25-26 મે ની હવામાન ખાતાની આગાહી હતી
  • વરસાદ નહીં પડતા ખેડૂતોએે હાશકારો અનુભવ્યો

દક્ષિણ ગુજરાતના અન્ય સ્થળોની સાથે નવસારીમાં પણ હવામાન વિભાગે હળવો વરસાદ થવાની આગાહી કરી હતી. આગાહીને પગલે જિલ્લા મેજીસ્ટ્રેટ કચેરી દ્વારા ખેતીવાડી, બાગાયત વિભાગ સહિત સંલગ્ન સરકાર વિભાગોને તકેદારીના પગલાં લેવા તાકિદ કરવામાં આવી હતી. ખાસ કરીને ખેતીવાડી વિભાગે આ સંદર્ભે ખેડૂતો માટે દિશાસૂચન પણ જારી કર્યા હતા. જોકે નવસારી પંથકમાં 25મી મે બાદ 26મી મેન ગુરૂવારે પણ નોંધનીય યા હળવો વરસાદ પડ્યો ન હતો. આગાહીના પગલે ખાસ કરીને પંથકમાં કેરી પકડવા ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફેલાયું હતું.

જોકે વરસાદની આગાહી છતાં બે દિવસમાં નહીં પડતા ખેડૂતોને હાશ થઈ હતી. દિવસ દરમિયાન એક-બે વખત વાદળછાયુ વાતાવરણ જરૂર થયું હતું. અહીં ઉલ્લેખનીય છે કે નવસારીમાં છેલ્લા 10-11 દિવસથી પવન ફૂંકાઈ રહ્યો છે અને ગુરૂવારે પણ 8.7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયો હતો. દિવસ દરમિયાન સવારે લઘુત્તમ તાપમાન 27.5 ડિગ્રી અને બપોરે મહત્તમ તાપમાન 34 ડિગ્રી નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 81 ટકા અને બપોરે 62 ટકા રહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...