તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • Khergam's Digesh Selected In National Wheelchair Cricket Team To Travel To Madhya Pradesh In January To Play T20 National Wheelchair Season Cricket Tournament

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિંમતથી હરણફાળ:ખેરગામના દિગેશની રાષ્ટ્રીય વ્હીલચેર ક્રિકેટ ટીમમાં પસંદગી, ટી-20 નેશનલ વ્હીલચેર સિઝન ક્રિકેટ ટુર્નામેન્ટ રમવા જાન્યુઆરીમાં મધ્યપ્રદેશ જશે

નવસારી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ખેરગામના દિગેશની રાષ્ટ્રીય વ્હીલચેર ક્રિકેટ ટીમમાં પસંદગી કરાઈ. - Divya Bhaskar
ખેરગામના દિગેશની રાષ્ટ્રીય વ્હીલચેર ક્રિકેટ ટીમમાં પસંદગી કરાઈ.

કહેવાયછે મન હોય તો માળવે જવાય. કુદરતે ભલે અપંગતાનો અભિશાપ આપ્યો હોય પરંતુ મન મજબુત અને હિંમત હોય તો અભિશાપ પણ આશિર્વાદ સમાન બની શકે છે. આવું કાંઈક નવસારીના વિકલાંગ યુવાને પોતાના જીવનમાં સાર્થક કરીને રાષ્ટ્રીય ફલક પર પોતાની કીર્તિ પ્રસ્થાપિત કરીને નવસારીની યશકલગીમાં વધુ એક છોગું ઉમેર્યું છે.

નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના નડગધરી ગામના દેસાઈ ફળિયામાં રહેતા આદિવાસી ખેતમજૂરી કરતાં પરિવાર માં જન્મજાત બંને પગે દિવ્યાંગ દિગેશ રમણભાઈ ઢોડિયા પટેલનો જન્મ થયો. મા-બાપની મહેનત અને દિગેશના મક્કમ મનોબળથી દિગેશ પી. ટી. સી. સુધી ભણી શિક્ષક બન્યો. શિક્ષક તરીકે નોકરી ન મળતા આજીવિકા માટે વડોદરા શહેરમાં કોલ સેન્ટરમાં નોકરી કરવા લાગ્યો હતો. દિગેશને નાનપણથી જ ક્રિકેટ રમવાનો ખુબ જ હોંશ હતો.

દિગેશને ગુજરાત વ્હીલચેર ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારોને મળી એની ક્રિકેટ રમવાની મહેચ્છા જણાવી. ત્યારબાદ દિગેશની મુલાકાત દિવ્યાંગ વ્હીલચેર ક્રિકેટર હાલના નેશનલ વ્હીલચેર ક્રિકેટ ટીમના વાઈસ કેપ્ટન અને ગુજરાત વ્હીલચેર ક્રિકેટ ટીમના કેપ્ટન લક્ષ્મણભાઈ બિરાડે સાથે થઈ. તેમણે દિગેશને સુરત બોલાવ્યા અને તેમણે દિગેશને ક્રિકેટની પ્રેક્ટિસ કરાવી. દિગેશના ક્રિકેટ રમવાના ઝનુન અને આવડત જાેઈ તેઓ અચંભિત થઈ ગયા.

તેમનામાં રહેલી પ્રતિભા જોઈ ગુજરાત રાજ્યના ભુતપૂર્વ રણજી કેપ્ટન ધનસુખ પટેલે તેમને મફ્ત કોચિંગ આપ્યું. દિગેશની આથિર્ક પરિસ્થિતિ અત્યંત નબળી હોવાથી ગુજરાત વ્હીલચેર ક્રિકેટ એસોસિએશને તેને એક વ્હીલચેર આપી હતી. હમણાં દિગેશની પસંદગી ગુજરાત વ્હીલચેર ક્રિકેટ ટીમમાં થઈ છે. તેઓ આગામી જાન્યુઆરીમાં મધ્યપ્રદેશ મુકામે યોજાનાર ટી-20 નેશનલ વ્હીલચેર સિઝન ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમવા જનાર છે.

દિગેશની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે ક્રિકેટની કીટ ખરીદી ન શકતા તેમની મદદે ન્યુ પલસાણા ઈન્ડસ્ટ્રીયલ કો. ઓ. સોસાયટી આવી અને દિગેશને ક્રિકેટની કીટ આપી. વલસાડના કેતન વઘાસીયા તરફથી નવી વ્હીલચેર પણ દિગેશને ભેટ આપી. નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશનના સભ્ય અને ભુતપૂર્વ યુનિ. ખેલાડી ડૉ. અરવિંદ ટંડેલ અને બાગાયત અધિકારી અને ભુતપૂર્વ ખેલાડી અંકુર પટેલે દિગેશ રમણભાઈ ઢોડિયા પટેલને ખુબ જ સહકાર આપી પ્રાત્સાહિત કરી રહ્યા છે. ટુર્નામેન્ટમાં દિગેશ ઉજળો દેખાવ કરે અને નેશનલ ટીમમાં સ્થાન મેળવે એવી લોકોને આશા છે.

વિકલાંગતાને હથિયાર બનાવ્યું
દિવ્યાંગ દિગેશ રમણભાઈ ઢોડિયા, વ્હીલચેર ક્રિકેટર એ કહ્યુ કે, વિકલાંગતાને કારણે અન્યનો સહારો લેવો પડતો હોય છે. જોકે મેં મારી આજ ખામીને મારી ખુબીમાં પરિવર્તીત કરીને ક્રિકટ રમવાનું ચાલુ કર્યુ અને સફળ થયો. મારી જીંદગીની સફળતા માટે મારા પરિવાર અને મારા કોચનો સહયોગ મળ્યો જેને કારણે હું આજે સ ફળ થયો છું અને રાષ્ટ્રીયકક્ષાની ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવીને મેં નવસારીનું નામ રાષ્ટ્રીય ફલક ઉપર ઝળહળતું કર્યું. જે મારા માટે જીંદગીની સૌથી મોટી સફળતા બની રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો