તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:ખાંભડાના સરપંચ, તલાટી સામે ભ્રષ્ટાચારના આક્ષેપ

નવસારી24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નવસારી જિલ્લા પોલીસ વડાને આવેદન

ચીખલી તાલુકાના ખાંભલા ગામના સરપંચ રમીલાબેન નિલેશભાઇ પટેલ, ઉપસરપંચ ઝનુબેન દિનકરભાઇ પટેલ, ઉપસરપંચના પતિ દિનકરભાઇ ખાલપભાઇ પટેલ અને તલાટી કમ મંત્રીએ વર્ષ 2020 દરમિયાન એકમેકના મેળાપીપણામાં હોદ્દાનો દુર ઉપયોગ કરી ગામને આર્થિક નુકશાન પહોંચાડવાનું ષડયંત્ર બનાવી ગામના નદીના ખરાબામાં આવેલ સરકારની માલીકીના અને ખાંભડા ગ્રામ પંચાયતના કબજાના દેશી બાવળના 61 જેટલા બાવળના મોટા ઝાડ કોઇની પણ પરવાનગી વિના આડેધડ કાપી-કપાવી બારોબાર વેચી દીધેલા છે.

આ બાબતની જાણ ગામના લોકોને થતા ગ્રામજનોએ અગાઉ કલેક્ટરને લેખિતમાં રજૂઆત પણ કરી હતી. આ 61 બાવળના ઝાડ વેચીને આશરે રૂ. 1,50,000/- ની કિંમતની કમાણી ઉપાચત કરેલ છે. આરોપીઓએ દેશી બાવળના ઝાડ ગેસકાયદેસર રીતે કાપી-કપાવી પર્યાવરણને પણ ગંભીર નુકશાન પહોંચાડવાનો આરોપ આ દરેક પર લગાવવામાં આવ્યો છે.

વધુમાં આવેદનમાં એમ પણ લખવામાં આવ્યું છે કે, ઝાડ કાપીને કરેલી કમાણીના નાણાં ગ્રામ પંચાયત કે સરકારમાં જમા કરાવવામાં આવે અને ઉપાચત કરી ભ્રષ્ટાચાર આચરનારા લોકો પર કાયદેસરના પગલા ભરવામાં આવે તેવી નવસારી એસપીને પાઠવાયેલા આવેદનમાં પરંપરાગત રૂઢિપ્રથા ગ્રામસભાના અધ્યક્ષ ધર્મેશભાઇ પટેલે માગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો