KBCના નામે છેતરપીંડી:25 લાખની લોટરી લાગી છે : આ વોઇસ મેસેજ આવે તો ચેતજો

નવસારી2 દિવસ પહેલાલેખક: ચંદ્રેશ પટેલ
  • કૉપી લિંક
  • નવસારીમાં અમિતાભ બચ્ચનના ફોટાવાળી ટિકીટનો મેસેજ કરી વોટ્સએપ કોલ કરાવી છેતરપીંડી આચરે છે

નવસારી જિલ્લામાં ફરી એકવાર KBCના નામે એક યુવાન ઉપર વોટ્સએપ મેસેજ અને વિડીયો મોકલાવ્યો હતો. જે નંબર ઉપર નવસારીના યુવાને ફોન કરતા તેમને ફેક લાગ્યાનું જાણતા નંબર તુરંત જ બ્લોક કરી દીધો હતો. જોકે હવે સોશિયલ મીડિયામાં આ વધુ પડતો ઉપયોગને કારણે સાયબર ક્રાઇમની ઘટનામાં વધારો થયો છે. તેને અટકાવવું આપણા હાથમાં જ છે.

બે વર્ષ પહેલાં ખેરગામના યુવાને આવા જ મેસેજથી દેવુ વધી જતા જીવ ગુમાવ્યો હતો. તા.12 માર્ચ 2021ના રોજ અહેવાલ પ્રસિદ્ધ થયો હતો.
બે વર્ષ પહેલાં ખેરગામના યુવાને આવા જ મેસેજથી દેવુ વધી જતા જીવ ગુમાવ્યો હતો. તા.12 માર્ચ 2021ના રોજ અહેવાલ પ્રસિદ્ધ થયો હતો.

આવા ફ્રોડ મેસેજ આવે તેવા નંબરોને બ્લોક કરી દેવા માટે સાયબર નિષ્ણાતો દ્વારા અપીલ કરાઈ છે તો સોશિયલ મીડિયા ઉપર જાણીતી કંપનીના સાધનો ખૂબ જ ઓછા દરે આપવા માટે તમારું નામ-સરનામુ પૂછીને ઓનલાઈન પેમેન્ટ કરાવીને વસ્તુ નહીં મોકલવાનું કૌભાંડ ચાલી રહ્યું છે ત્યારે લોકો પણ સોશિયલ મીડિયા ઉપર આવતી 90 ટકા સસ્તી વસ્તુ વેચતા લોકો નાણાં લઈ છેતરપિંડી કરતા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

ઓનલાઈન પેમેન્ટ કરાવીને વસ્તુ નહીં મોકલવાનું કૌભાંડ
નવસારી જિલ્લામાં બે વર્ષ પહેલાં ખેરગામના આદિવાસી યુવક પર કોન બનેગા કરોડપતિ નામની કંપનીમાંથી ફોન આવે છે કે તમને 25 લાખનું ઇનામ લાગ્યું છે તેમ કહીં નાણાંનો વિડીયો બનાવી તમારે ટેક્સના નાણાં ભરવા પડશે તેમ જણાવી આદિવાસી યુવક પાસે ટુકડે ટુકડે 1.36 લાખ ઓનલાઈન ભરાવી દીધા હતા. ગરીબ યુવાન દેવુ કરી તે ચૂકવી નહીં શકતા માત્ર 22 વર્ષની ઉંમરે યુવાને ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. અત્યારે નવસારીના એક યુવાન ઉપર 50 લાખનું રોકડ ઇનામ લાગ્યું છે તેમ કહીને વિશ્વાસમાં લઈને તેમની પાસે કોઈને કહેવું નહીં તેમ જણાવી ટેક્સના નામે પૈસા લીધા હતા.

યુવક પાસે ટુકડે ટુકડે 1.36 લાખ ઓનલાઈન ભરાવી દીધા
આ ઘટના બાદ અલગ અલગ જિલ્લામાં આ ટોળકીએ પોતાની જાળ ફેલાવ્યા બાદબે વર્ષ બાદ ફરી નવસારીના એક યુવાન ઉપર મેસેજ અને વોઇસ મેસેજ કરીને ઇનામ લાગ્યાનું જણાવતા મેસેજ અને વિડીયો મોકલાવ્યો હતો. આ બાબતે ફોન કરતા ટેક્સ ભરવાનું કહેતા નવસારીના યુવાને આ ખોટું છે તેમ કહી નંબર બ્લોક કર્યો હતો.

સાયબર ક્રાઇમની ઘટનામાં વધારો થયો
નવસારી જિલ્લામાં ઘણા લોકો ઉપર આવી પોસ્ટ આવતા તેઓ આ બાબતે છેતરાય નહીં તેમ સાયબર નિષ્ણાતોએ અપીલ કરી છે. ઉપરાંત સોશિયલ મીડિયા ઉપર આવતી સસ્તા ભાવે જાણીતી કંપનીઓની મોટાભાગની જાહેરાતથી છેતરપિંડીનો ભોગ લોકો બને છે. હાલમાં 250 થી વધુ સાયબર ક્રાઇમના કેસો સામે આવ્યા છે.

કોલર ગુપ્તતા એજ સાયબર ક્રાઇમ નો સંકેત છે
કોઈપણ ખરી અને વાસ્તવિક લોટરી- ઈનામમાં ટેક્સ, GST અને અન્ય શુલ્ક ઈનામની રકમમાંથી જ કાપવામાં આવે છે વિજેતાને કપાત બાદની જ રકમ મળે છે. તો તમારી જાતને પ્રશ્ન પૂછો કે લોટરીના કહેવાતા પૈસા મેળવવા માટે તમારે આ શુલ્ક અગાઉથી કેમ ચૂકવવા પડે છે. આ એટલા માટે છે કારણ કે તે છેતરપિંડી છે. હકીકતમાં તમે લોટરી અથવા ઈનામ જીત્યા નથી. કોલર ગુપ્તતા જાળવવાનો આગ્રહ કરે છે, તે એક સંકેત છે કે આખી બાબતમાં કંઈક ગડબડ છે. નામચીન સંસ્થાઓ ક્યારેય પણ તમને વોટ્સએપ દ્વારા ફોન કરતા નથી. - ચિરાગભાઈ, સાયબર ક્રાઇમ એક્સપર્ટ

અન્ય સમાચારો પણ છે...