સાયબર ક્રાઈમ:ગિનિસ બુક વર્લ્ડ રેકર્ડ ધરાવતા કરાટેવીરનું ફેસબુક એકાઉન્ટ હેક

નવસારી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભોગ બનનાર વિસ્પી કાસદ. - Divya Bhaskar
ભોગ બનનાર વિસ્પી કાસદ.
  • હાલમાં ભાજપ પ્રમુખના એકાઉન્ટ સાથે ચેડાં થયા હતા

નવસારીનું ગૌરવ અને કરાટેવીર વિસપી કાસદનું ફેસબુક એકાઉન્ટ રવિવારે સવારથી જ હેક કરીને તેના ઉપર બીભત્સ ફોટો અપલોડ કરી દીધો હતો. જેને લઈને વિસપી કાસદને ખબર પડતાં તેમણે એક વિડિયો અપલોડ કરી સહુ ફોલોઅર્સની માફી માંગી હતી. અગાઉ ભૂરાભાઇ શાહના એકાઉન્ટ સાથે પણ ચેડાં થયા હતા.

નવસારીમાં રહેતા વિસપી કાસદે ગીનીસ વર્લ્ડ બુક, લિમ્કા બુક ઓફ ઇન્ડિયા સહિત અનેક કરાટેની ઇવેન્ટમાં નવસારી અને ગુજરાતને ગૌરવ અપાવ્યું હતું. જેમની પ્રસિદ્ધને કારણે તેમને નવસારી નગરપાલિકાના સ્વચ્છતા ના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા હતા. આ બાદ કેન્દ્રીય ઇલેક્શન કમિશનમાં ગુજરાત સ્ટેટ આઇકોન અને રોડ સેફટીના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સેવા આપી રહ્યા છે. તેમને તાજેતરમાં જ મહારાષ્ટ્ર ખાતે બેસ્ટ ટીચર તરીકે દાદા સાહેબ ફાળકે એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. જે

મના લાખો ફોલોઅર્સ હોય આજે સવારે તેમન ફેસબુક પેજ ઉપર બીભત્સ ફોટો અપલોડ થયા હતા. તે બાબતે વિસપીને કોઈએ જાણ કરતા તેમણે તપાસ કરતા તેમનું સોશિયલ એકાઉન્ટ હેક થયું અને અજાણ્યા લોકોએ તેમની બદનક્ષી થાય તે માટે બીભત્સ ફોટો અપલોડ કર્યા હતા. જેને લઈ તુરંત તેમણે નવો વિડિયો બહાર પાડી સૌની માફી માંગી હતી અને જેમણે આવું ગુનાહિત કૃત્ય કર્યું હોય તેમને સજા થાય તે માટે એસપીને લેખિતમાં અરજી આપી હતી.

મને બદનામ કરવાનો કારસો
મારું સોશિયલ મીડિયામાં એકાઉન્ટ હેક થયું છે. જેમાં હેકરોએ બીભત્સ ફોટા અપલોડ કરી મને બદનામ કરવાનો કારસો રચ્યો છે. આ બાબતે સાયબર ક્રાઈમમાં કેસ કરી દીધો છે. હું કોઈ પણ તાકાતથી ગભરાતો નથી. મારે ભારત દેશ માટે ઘણા રેકોર્ડ કરવા છે. હું થોડા સમયમાં આવા લોકોના પર્દાફાશ કરીશ. > વિસ્પી કાસદ, ભોગ બનનાર

અન્ય સમાચારો પણ છે...