કપિરાજનો આતંક:સુપા ગામમાં 20થી 25 વાહનના કાચ તોડી કપિરાજનો આતંક

નવસારી8 દિવસ પહેલા
  • કૉપી લિંક

નવસારી જિલ્લાના સુપા ગામે એક માસથી ઘર કરી ગયેલા કપિરાજે આતંક ફેલાવ્યો છે. આ કપિરાજને કારણે ગ્રામજનો પણ મશ્કેલીમાં મુકાયા છે. કાચ ઉપર નજર જાય તો તેને તોડીને રાહતનો શ્વાસ લેતો કપિરાજને પકડવા ફોરેસ્ટ વિભાગે શનિવારે પાંજરું મૂક્યું હતું પરંતુ તે પાંજરામાં ન પુરાતા કપિરાજને પકડવાની કાર્યવાહ હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે સુપા ગામે એક માસથી કપિરાજ આસપાસના વિસ્તારોમાં રહીને ગામમાં આવેલા વાહનો કે ગાડીના કાચ તોડીને તેમાં મુકેલા ખાદ્ય ચીજવસ્તુઓ ઉઠાવી જાય છે. આ કપિરાજે ગામમાં દહેશતનું વાતાવરણ ઉભું કર્યું છે. ક્યારેક લોકોની ઘરની બારીઓના તો ક્યારેક બહાર પાર્ક કરેલ વાહનોના કાચ તોડીને સાથે લઇ જાય છે અને જો તેને ભગાડવાની કોશિશ કરાય તો તેના હુમલાનો શિકાર બનવું પડે છે. જેથી ગ્રામજનો આ કપિરાજને કારણે લોકડાઉન જેવી સ્થિતિમાંથી પસાર થઇ રહ્યાં છે. આ કપિરાજના ત્રાસથી બચવા ગ્રામજનો દ્વારા એનજીઓ અને વનવિભાગનો પણ સંપર્ક કરાતા શનિવારે પાંજરું મુકવામાં આવ્યું હતું પણ તેમાં કપિરાજ ફસાયો ન હતો.

વન વિભાગ અને એનજીઓને રજૂઆત કરી છે
કપિરાજના ત્રાસથી બચવા અમે વનવિભાગ અને એનજીઓને રજૂઆત કરી છે. કપિરાજ લોકોના સ્કૂટર અને ગાડીના કાચ તોડી સાથે લઇને ભાગી જાય છે. કપિરાજે 20-25 ગાડીના કાચ તોડ્યા છે. અમારા ગામમાં વાનરરાજનો ત્રાસ ફેલાયો છે. જે ગાડી-વાહનોના કાચ, સ્કૂટર તેમજ ગાડીના પણ કાચ તોડી નાંખે છે. અત્યાર સુધી લગભગ 20-25 ગાડીના કાચ તોડીને વસ્તુ લઈ જવાની ઘટના બની છે. મારા ફોર વ્હિલનો કાચ પણ તોડી નાંખ્યો છે. > રાકેશભાઈ, સ્થાનિક, સુપા

અન્ય સમાચારો પણ છે...