નમો રંગોળી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવનના રંગોને રંગોળીમાં કંડારી નવસારીના કલાકારે જન્મદિવસને યાદગાર બનાવ્યો

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોદીના સમગ્ર જીવનને રંગોળીના રંગમાં ઝબોળ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 71 મો જન્મદિવસ સમગ્ર ભારત ઉજવી રહ્યો છે. ત્યારે નવસારી-વિજલપોર નગરપાલિકા દ્વારા વડાપ્રધાન મોદીના જીવનની મુખ્ય ઘટનાઓના ચિત્રોને ધ્યાનમાં લઇ નમો રંગોત્સવ રંગોળી પ્રદર્શન યોજવામાં આવ્યું છે જેને નવસારીજનો સારો પ્રતિસાદ મળ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71માં જન્મદિવસને કંઈક અલગ રીતે ઉજવવા માટે નવસારી-વિજલપોર નગરપાલિકા દ્વારા કલાકાર અશોક લાડ અને તેમના ગ્રુપના સહયોગથી વડાપ્રધાન મોદીની જીવની ઉપર રંગોળી બનાવવામાં આવી છે. જેમાં વડનગરના ચાઇવાળા બાળકથી લઈ દેશના વડાપ્રધાન બનવા સાથે વિશ્વગુરૂ બનવાના મોદીના પ્રયાસોની ઝાંખી કરાવવામાં આવી છે.

રંગોળી કલાકાર અશોક લાડ અને તેમની ટીમે બે દિવસની મહેનત થકી વડાપ્રધાન મોદીના 15 ચિત્રોની રંગોળી બનાવી છે, જેમાં મોદી માતા હીરાબાને પગે લાગી રહ્યા છે, એ માતૃવંદનાની રંગોળી આબેહૂબ બનાવાઈ છે. આજે સવારે પાલિકા પ્રમુખ જીગીશ શાહ અને મહાનુભાવોએ નમો રંગોત્સવ રંગોળી પ્રદર્શનને ખુલ્લુ મૂકયુ હતુ.

જેને નવસારીજનોએ સારો પ્રતિસાદ આપ્યો છે અને નવસારીના રંગોળી કલાકારોની કારીગરીને બિરદાવી રહ્યા છે.

આ અદભુત રંગોળી બનાવનાર કલાકાર અશોક લાડના જણાવ્યા મુજબ પાલિકાના પ્રમુખ જીગીશ શાહ એ તેમને બોલાવીને 17મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને રંગોળીમાં યાદગાર બનાવવા માટે કહ્યું હતું. ત્યારે કલાકારે તેમની ટીમ સાથે અથાક મહેનત કરીને રંગોળી બનાવી હતી જેમાં નરેન્દ્ર મોદીના જીવનના તમામ પાસાઓનો સમાવેશ થાય છે સાથે જ આ કલાકારોને નરેન્દ્ર મોદી તેમના માતાના આશીર્વાદ લેતા હોય તેવી રંગોળી બનાવવામાં ખૂબ મહેનત કરવી પડી હતી. છતાંય અથાગ મહેનત કરીને નવસારી શહેરના દરેક લોકોને આ રંગોળી જોવા માતે આમંત્રણ આપી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...