તૈયારી:કાલિયાવાડી-તિઘરા નાકા રોડ 2.24 કરોડના ખર્ચે તાબડતોડ બનાવાશે

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પીએમ મોદીની 10મીની સંભવિત મુલાકાતની તૈયારી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નવસારીની સંભવિત મુલાકાતને લઈ શહેરમાં કાલિયાવાડીથી તિઘરા નાકા સુધીનો માર્ગ 2.24 કરોડના ખર્ચે તાબડતોડ બનાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.નવસારી નગરપાલિકાએ શહેરના કેટલાક મુખ્ય માર્ગ અને અંતરિયાળ માર્ગ 4.12 કરોડના ખર્ચે બનાવવાની ટેન્ડરીંગ પ્રક્રિયા શરૂ કરી છે. આ ઉપરાંત કાલિયાવાડી નાકાથી જૂનાથાણા, સર્કિટ હાઉસ થઈ તિઘરા નાકા સુધી જતો માર્ગ 2.24 કરોડના ખર્ચે બનાવવાની ટેન્ડરીંગ પ્રક્રિયા પણ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ ચોમાસાની મોસમને લઈ 4.12 કરોડના માર્ગ બનાવવાની પાલિકાને ઉતાવળ નથી પણ કાલિયાવાડી-તિઘરા નાકાનો માર્ગ તાકિદે બનાવવા પાલિકા તૈયારી કરી રહી છે. આ અંગે મળતી માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નવસારી જિલ્લાની સંભવિત મુલાકાતની તૈયારી શરૂ થઈ ગઈ છે. 10મી મેના રોજ કાર્યક્રમ યોજાવાની શક્યતા છે. સરકારી વર્તુળ તથા ભાજપે તૈયારી શરૂ કરી દીધી છે. જેને લઈને કાલિયાવાડી-તિઘરા નાકા સુધીનો માર્ગ તાકિદે બનાવવા પાલિકાએ તૈયારી કરી છે.

ઉનાળામાં રોડના નહિવત કામો
નવસારી પાલિકા ભૂતકાળના વર્ષોમાં માર્ગોના નવિનીકરણ, રિકાર્પેટના કામો ઉનાળાની મોસમમાં વધુ કરતી હોવાનું જોવાયું છે. ઉનાળામાં બનેલા માર્ગ તૂટી જતા ટીકાપાત્ર પણ બન્યાં છે. જોકે વર્તમાન ઉનાળે ખાસ વધુ રોડના કામો લેવાયા નથી. હાલ જે કરોડોના રોડના કામોનું ટેન્ડરીંગ થયું છે, તે કામો ચોમાસા બાદ થવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...