તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવસારીમાં ભકતાશ્રમ શાળા કેમ્પસમાં હિન્દી-ઉર્દૂનાં અતિલોકપ્રિય શાયર મિર્ઝા ગાલિબની પુણ્યતિથિ નિમિત્તે ‘ગુજરાત સાહિત્ય અકાદમી’, ‘સંવાદ ચેરિટેબલ ટ્રસ્ટ’ અને ભકતાશ્રમના સંયુક્ત ઉપક્રમે ભવ્ય સાહિત્યિક કાર્યક્રમ અને મુશાયરો યોજાયો હતો. શેરિયત-એ-ગાલિબ પર ગુજરાતના ખ્યાતનામ કવિઓની પ્રસ્તુતિથી કલારસીકો રસતરબોળ કરી દીધા હતા.
મિર્ઝા ગાલિબ પોતાની શેરિયત અને અંદાઝ-એ-બયાંને કારણે પ્રખ્યાત હતા. આથી મિર્ઝા ગાલિબની યાદમાં યોજાયેલ આ કાર્યક્રમ પણ ‘શેરિયત-એ-ગાલિબ : શેરિયતનું સામ્રાજ્ય, ગાલિબથી ગુજરાતી સુધી’ શીર્ષક હેઠળ યોજાયો હતો. આ કાર્યક્રમમાં નવસારીના રત્નસમા ગુજરાતી શાયર ‘રાઝ’ નવસારવી સહિત ડો. રઈશ મનીઆર, રાજેશ વ્યાસ ‘મિસ્કીન’, ડો. મુકુલ ચોકસી, ધર્મેશ કાપડિયા અને રાકેશ ‘સાગર’ જેવા પ્રસિદ્ધ કવિઓએ ભાગ લીધો હતો. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનાં સેનેટ મેમ્બર અને ગાલિબનાં જીવન-કવનનાં પ્રખર અભ્યાસી એવા સંજયભાઈ દેસાઈએ શખ્સિયત-એ-ગાલિબ (ગાલિબનું વ્યક્તિત્વ) ઉપર પ્રકાશ પાડ્યો હતો.
ગાલિબનાં અનેક ઉર્દુ શેરોનો ગુજરાતી ભાષામાં કાવ્યાત્મક ભાવાનુવાદ કરનાર જાણીતા કવિ ડો. રઈશ મનીઆરે શેરિયત-એ-ગાલિબ (ગાલિબનું કાવ્યતત્વ) વિષે વાત કરી હતી. જ્યારે પ્રખ્યાત કવિ રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ દ્વારા ‘ગુજરાતી ગઝલોમાં શેરિયત’ વિશે વાત કરી હતી. આ સાહિત્યિક ચર્ચા બાદ યોજાયેલ મુશાયરામાં સૌ દિગ્ગજ કવિઓએ ઉત્કૃષ્ટ શેરિયત ધરાવતી પોતાની રચનાઓ પ્રસ્તુત કરી હતી. આ દરમિયાન વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનાં ભૂતપૂર્વ વાઈસ વાઈસ ચાન્સેલર અને કવિ ડો. દક્ષેશ ઠાકર દ્વારા નવસારીના વરિષ્ઠ કવિ ‘રાઝ’ નવસારવી’નું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.