ભારતમાં ક્રિકેટર અને અભિનેતાઓને લોકો પોતાના રોલ મોડલ માને છે. તેના જ કારણે દેશમાં દર વર્ષે લાખો લોકો ઝંપલાવતા હોય છે. જોકે આ લાખો લોકા માંથી ગણતરી માત્રના જ લોકો સફળ થતા હોય છે અને પોતાની મંઝીલ સુધી પહોંચી શકતા હોય છે. આવી જ કંઈક વાત છે નવસારી જિલ્લાના નાનકડા ગામ કછોલીમાં રહેતા યુવાન ઉત્સવ નાયકની જેણે ફિલ્મી દુનિયામાં પર્દાપણ કરીને ગામનું નામ રોશન કર્યું છે.
જાણીતા ડિરેક્ટર અને પ્રોડ્યુસર નૈતિક રાવલે પોતાની આગામી ગુજરાતી ફિલ્મ આંગતુકની જાહેરાત કરી છે. આ ફિલ્મમાં ગુજરાતી ફિલ્મના ખૂબ જ જાણીતા અને પ્રખ્યાત અભિનેતા હિતેન કુમાર મુખ્ય ભૂમિકામાં છે. તેમની સાથે કછોલીનો ઉત્સવ નાયક પણ મુખ્ય પાત્રમાં અભિનય કરીને ફિલ્મી દુનિયામાં અભિનેતા તરીકે પર્દાપણ કરી રહ્યો છે. ઉત્સવ છેલ્લા 1.5 વર્ષથી નૈતિક રાવલને અસિસ્ટ કરી રહ્યો હતો.
આ ફિલ્મ માટે તેમને નવા અભિનેતાની જરૂરીયાત હતી. તે દરમિયાન તેમને ઉત્સવનો વિચાર આવ્યો અને તેને ઓડિસન આપવા જણાવ્યું. ઉત્સવે આ ઓડિસન આપ્યું અને તેમાં તે સિલેક્ટ થઇ ગયો. જે બાદ તેને ફિલ્મની કાસ્ટમાં હિતેન કુમારની સાથે મુખ્ય રોલ ઓફર કરવામાં આવી અને તેણે આવેલી તકને સ્વીકારી લીધી હતી. આ ફિલ્મનું શુટિંગ આગામી દિવસોમાં શરૂ થનાર છે.
ઉત્સવને બાળપણથી જ અભિનય ક્ષેત્રે રૂચિ રહી છે. તેણે એન્જિનિયરીંગ અને એમ.બી.એ.નો અભ્યાસ કર્યો છે. વર્ષ 2015થી અલગ-અલગ પ્રોડક્શન હાઉસમાં કાર્ય કર્યું છે. ક્રિએટીવ હેડ, આસિસ્ટન અને પ્રોડક્શન ક્ષેત્રે પણ કામ કર્યું છે. તો નૈતિક રાવલ સાથે ગત વર્ષે જ એક વેબ સિરિઝમાં સાથે કાર્ય કર્યું છે. જેનું સંપુર્ણ શુટીંગ નવસારી અને સુરતમાં કરવામાં આવ્યું છે.
ફિલ્મમાં રોલ ઓફર થયો તે અવર્ણનિય
હું નૈતિક રાવલ સાથે છેલ્લા એક વર્ષ કરતા પણ વધુના સમયથી પ્રોડક્શન, ડાયરેક્શન અને બીજા અન્ય વિભાગોમાં અલગ-અલગ પ્રોજેક્ટ પર કાર્ય કરી રહ્યો છુ. તેઓ આંગતુક માટે નવા ચહેરાને શોધી રહ્યાં હતા. એક દિવસ તેમણે મને ઓડિશન આપવા જણાવ્યું અને મારૂ ઓડિશન તેમને સારૂ લાગતા મને તેમણે ફિલ્મમાં રોલ ઓફર કર્યો. આ પળ મારા માટે વર્ણવી ન શકાય તેવી પળ હતી. આ ફિલ્મમાં હિતેન કુમાર જેવા સિનિયર એક્ટર સાથે અભિનય કરવાનો અવસર મળશે. આ બાબતે પણ હું ઘણો ખુશ છું > ઉત્સવ નાયક, એક્ટર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.