રાશિ પરિવર્તન:20 નવેમ્બરે ગુરુ ગ્રહ કુંભ રાશિમાં ફરીથી પ્રવેશ કરશે, પરિભ્રમણ દરમિયાન શુભ સમાચાર મળવાના સંકેત

નવસારી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુંભ રાશિમાં ગુરુના આવવાથી રાજકારણમાં મોટા સ્તરે ફેરફાર થઈ શકે છે

શનિવારે, 20 નવેમ્બર 2021ની રાતે 08.08 મિનિટે ગુરુ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. કુંભ શનિનું સ્વામિત્વ ધરાવતી રાશિ છે. ગુરુ અને શનિ સમભાવ હોય છે એટલે તેમાં દુશ્મનીનો ભાવ રહેતો નથી. ગુરુ લગભગ 12 વર્ષ પછી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. ગુરુ પોતાની નીચ રાશિ મકરમાંથી કુંભમાં પ્રવેશ કરશે. સાથે જ મકર રાશિમાં બનેલી ગુરુ અને શનિની જોડ તૂટી જશે. એક રાશિમાં ગુરુ લગભગ 13 મહિના સુધી રહે છે. વક્રી અને માર્ગી હોવાના લીધે ગુરુના એક રાશિમાં રહેવાનો સમય બદલાઈ શકે છે. મોટાભાગે કોઈપણ રાશિમાં ફરી આવવામાં ગુરુને લગભગ બાર વર્ષનો સમય લાગે છે.

બાર વર્ષ પહેલાં 2009-10માં ગુરુ કુંભ રાશિમાં હતો. કુંભ રાશિમાં ગુરુના આવવાથી તેની પૂર્ણ દૃષ્ટિ મિથુન, સિંહ અને તુલા રાશિ ઉપર રહેશે. આ વર્ષ પહેલાં પણ ગુરુ કુંભ રાશિમાં રહીને વક્રી થઈને મકર રાશિમાં આવ્યો હતો. 18 ઓક્ટોબર 2021ના રોજ ગુરુ મકર રાશિમાં માર્ગી થયો હતો. 20 નવેમ્બર 2021ના રોજ ગુરુ ફરીથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. કુંભ રાશિમાં ગુરુના આવવાથી રાજકારણમાં મોટા સ્તરે ફેરફાર થઈ શકે છે. મોંઘવારી ઘટશે તથા કરનો ભાર ઓછો થશે. દેશમાં રોગ ઘટશે. જમીન, મકાન સસ્તા થશે. ગુરુ ગ્રહની પૂજા શિવલિંગ રૂપમાં કરવામાં આવે છે. ગુરુ ગ્રહની ખાસ પૂજા દર ગુરુવારે કરવી જોઈએ.

તેના માટે શિવલિંગ ઉપર ચણાની દાળ અને પીળા ફૂલ ચઢાવવાં. ચણાના લાડવાનો ભોગ ધરાવવો. ગુરુ ગ્રહના મંત્ર ઓમ બૃં બૃહસ્પતયે નમઃનો જાપ ઓછામાં ઓછો 108 વાર કરવો જોઈએ. કોઇ ગૌશાળામાં લીલું ઘાસ દાન કરો. ભારતીય સંસ્કૃતિમાં અતિથી દેવો ભવઃ માનવામાં આવે છે. ભાગ્યશાળીના ઘરે મહેમાન આવે છે. મહેમાનોનું સ્વાગત કરવું એ આપણી વૈદિક પરંપરા રહી છે.

માટે આગામી 20 થી ગુરુ ગ્રહનો મકર રાશીમાંથી કુંભ રાશીમાં પ્રવેશ માટે તેનું જ્યોતિષની વૈદિક પદ્ધતિ દ્વારા સ્વાગત કરવાથી ગુરુ ગ્રહના શુભ કારકત્વમાં વધારો થશે. ગુરુગ્રહ િવદ્યા, ધન, સંતાન, જ્ઞાન, ડાહપણ બ્રાહ્મણત્વ તથા િવશાળતા વગેરેનો કારક ગણાય છે. માટે તેનું સ્વાગત કરવું વધારે િહતકારી બની રહેશે.

અન્ય સમાચારો પણ છે...