તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્રોશ:નવસારી જિલ્લા બાર એસોસિએશનના ઠરાવનો જુનિયર વકીલોએ વિરોધ કર્યો, નિર્ણય અંગે વિરોધાભાસ

નવસારી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના સંક્રમણથી બચવા 30 જૂન સુધી જરૂરી કામ સિવાય કેસોથી અળગા રહેવા ઠરાવ કર્યો

કોરોના કેસની સંખ્યામાં ઘટાડો થતાં રાજ્ય સરકારે તમામ નિયંત્રણો હળવા કરવાની શરૂઆત કરી છે. ત્યારે કોર્ટ કાર્યવાહી પણ કેટલાક દિવસો પહેલા જ શરૂ કરવામાં આવી હતી. જેને જોતા નવસારી જિલ્લા બાર એસોસિએશન દ્વારા આજે ફરી એકવાર ઠરાવ કરતો પત્ર જાહેર કર્યો હતો. જેમાં 30 જૂન સુધી જરૂરી જામીન, રિમાન્ડ સમયમર્યાદાનો બાધ નડતો હોય તેવા જરૂરી મેટર સિવાયના તમામ કેસો વગેરેથી અળગા રહેવાનો ઠરાવ કર્યો છે. સરકારી ગાઇડલાઇનનું પાલન કરવા વિનંતી કરવામાં આવીજેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પ્રવર્તમાન સમયે તમામ કેસોના સાક્ષીઓને બોલાવવા તથા વોરંટ કાઢવા આથી સહકાર આપવાના કોર્ટને વિનંતીથી ઠરાવ કરવામાં આવે છે. આ ઉપરાંત 30 જૂન સુધી ઓછા અને ગણતરીના જ કામો બોર્ડ ઉપર રાખવામાં આવે તે મુજબની વિનંતી કરતો ઠરાવ પણ કરવામાં આવ્યો હતો. સાથે જ વધુ સંક્રમિત હોય અથવા તાવ, ખાંસી, કફ, શરદી, શરીરમાં દુખાવો, ગળામાં ઇન્ફેક્શન જેવા લક્ષણો હોય તેવા વકીલો અને અસીલોને કોર્ટ પરિસરમાં સ્વેચ્છાએ ન આવવા અને સરકારી ગાઇડલાઇનનું પાલન કરવા વિનંતી કરવામાં આવી હતી

ઠરાવનો જુનિયર વકીલોએ વિરોધ કર્યો

જુનિયર વકીલ અમિત કચવેના જણાવ્યા મુજબ નવસારી વકીલ મંડળમાં ચૂંટાયેલા સભ્યો આપખુદશાહી અને તઘલખી નિર્ણય ફક્ત કારોબારીના સભ્યો દ્વારા કરવામાં આવે છે. આ નિર્ણય ફક્ત જીહજુરી સિવાય કંઈ નથી. રાજ્ય સરકાર દરેક ખાતું 100% કર્મચારીઓ સાથે કામગીરી આરંભી દીધી છે. ત્યારે આવા ઠરાવો કરી ખુદ રાજ્ય સરકાર કરતા વધુ સત્તા ધરાવતા હોય તેવું પ્રતીત થાય છે. આવા ઠરાવને કારણે જુનિયર વકીલોનું ભવિષ્ય જોખમમાં મુકવાનું કામ હાલ સત્તા પક્ષ દ્વાર કરવામાં આવી રહ્યું છે. અને સાથે જે કોઈ સત્તા પક્ષની સામે આવાજ ઉઠાવે તે કારોબારી સભ્યો એક મત થઈ સસ્પેન્ડ કરે છે. તેવા બનાવ ભૂતકાળમાં બન્યો છે.

તાત્કાલિક સામાન્ય સભા બોલાવી યોગ્ય નિર્ણય કરવો જોઈએ

સત્તા પક્ષનો સ્પષ્ટ વાત એક જ છે કે તમે બોલશો તો તમને સસ્પેન્ડ કરવામાં આવશે. સદર ઠરાવને વકીલોના હિતમાં જણાવી તેઓના સ્વાસ્થ્ય વિશે જોડી દઈને માત્ર ઢોગ કરવામાં આવે છે. અને બતાવવામાં આવે છે કે વકીલો ના હિત માટે કરી રહ્યાં છે. વકીલો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાતા પાયમાલ થઈ ગયા છે. જેની કોઈને ચિંતા પણ નથી. જેથી કરેલા ઠરાવ સામે મારો વિરોધ વ્યક્ત કરું છું અને આ ઠરાવ કરવો હોય તો સર્વ સંમતિ જાહેર મિટીંગ બોલાવી કરવામાં આવે તો સત્તા પક્ષને માલુમ પડે કે કરેલો નિર્ણય અયોગ્ય છે. માટે તાત્કાલિક સામાન્ય સભા બોલાવી યોગ્ય નિર્ણય કરવો જોઈએ. વકીલો હાલ ખુબજ દયનીય હાલત માં છે. માટે કરેલો ઠરાવ રદ કરવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...