કોંગ્રેસમાં સળવળાટ:નવસારીમાં ભાજપની પેજ સમિતિ સામે કોંગ્રેસનું બુથ જોડો યુદ્ધ જોડો અભિયાન જોરમાં

નવસારી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જનસંપર્ક અભિયાનમાં ભાજપ બાદ કોંગ્રેસની ધીમા પગલે શરૂઆત

ગુજરાત વિધાનસભાને લઈને રાજ્યના દરેક જિલ્લાઓમાં ચૂંટણી જાહેર થયા પહેલા રાજકીય પક્ષોની આંતરિક રીતે તૈયારીઓ શરૂ થઈ છે. જેમાં નવસારી જિલ્લામાં પણ ભાજપના પેજ સમિતિના અભિયાનની સામે કોંગ્રેસે બૂથ જોડો યુદ્ધ જોડો અભિયાન ની શરૂઆત કરી છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા દરેક જિલ્લામાં મારુ બુથ મારું ગૌરવ અભિયાન અંતર્ગત એક જનમિત્ર બનાવવાની જવાબદારી સોંપવામાં આવી છે.જેમાં 25 યુવાનો પ્રચાર કરશે આમ 1140 જેટલા બુથમાં જનમિત્ર દ્વારા પ્રચાર પ્રસાર અભિયાન શરૂ કરવામાં આવ્યા છે.ભાજપના પ્રચાર અભિયાન સામે કોંગ્રેસે પણ સચોટ અને પ્રભળ પ્રચાર અભિયાનની બ્લુ પ્રિન્ટ તૈયાર કરી છે.

નવસારી જિલ્લામાં આવેલી 4 વિધાનસભા પૈકી એક વાંસદા સીટ પર કોંગ્રેસ નું શાસન છે ત્યારે ધારાસભ્ય આનંત પટેલ અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં રીવરલીંક પ્રોજેક્ટ હોય કે ભારત માલા પ્રોજેક્ટ મુદ્દે સરકારને અનેક વખત ઘેરવાનો પ્રયાસ કર્યો છે અને રેલી આંદોલન સ્વરૂપે સરકાર પર પ્રોજેક્ટ રદ કરવા દબાણ બનાવ્યું છે.તેવામાં વાસદા થી અનંત પટેલ હવે સમગ્ર નવસારી જિલ્લામાં અન્ય ત્રણ સીટ કોંગ્રેસના ફાળે આવે તે માટે પ્રયત્નશીલ બન્યા છે.જેમાં મોટી સંખ્યામાં યુવાન જોડાય તેવી રણનીતિ બનવવામાં આવી છે.

નવસારીના લોકસભાના સાંસદ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો ગઢ માનવામાં આવતા નવસારી જિલ્લામાં ધીમા પગલે કોંગ્રેસે પણ વિધાનસભાના ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી છે જેમાં બુથ જોડો યુથ જોડો ના નારા સાથે યુવાનોને એક્ટિવ કરવાના પ્રયાસો શરૂ થયા છે

અન્ય સમાચારો પણ છે...