વિજલપોરના શિવાજી ચોક વિસ્તારમાં રહેતા એનઆરઆઇ પરિવાર યજ્ઞમાં જતા તસ્કરોએ તેમના ઘરને નિશાન બનાવી પાસપોર્ટ સહિત માલમત્તાની ચોરી કરી ગયા હતા. મૂળ અમેરિકાના ન્યુજર્સીમાં રહેતા ગણેશભાઈ ભવાનીભાઈ રાણા તેમના પરિવારમાં ધાર્મિક પ્રસંગ હોય તેઓ તેમના શિવાજી ચોક વિસ્તારમાં આવેલ કિનલ અપાર્ટમેન્ટના પહેલા માટે આવેલા ફ્લેટ નંબર-106માં આવ્યા હતા. તેઓએ ઘરના કબાટમાં પાસપોર્ટ, વિદેશી ચલણ, દાગીના સહિત અન્ય દસ્તાવેજો પણ મુક્યા હતા.
શુક્રવારે તેઓ તેમના સાળાના ઘરે યજ્ઞ હોય ગડત ગામે ગયા હતા અને સાંજે પરત ફર્યા બાદ જોયું તો તેમના ઘરનો મુખ્ય દરવાજાનું તાળું અને અડાગરો તૂટેલો હતો. ઘરમાં જતા કબાટમાં મુકેલા સોના-ચાંદીના દાગીના સહિત વિદેશી ચલણ, પાસપોર્ટ ચોરાઈ ગયો હતો. તેઓ 21મી એ યુએસએ જવાના હતા. પોલીસે નોંધ લઇ તપાસ શરૂ કરી છે.
સીસીટીવીમાં તસ્કરો કેદ થયા
વિજલપોરમાં ચોરી કરવા આવેલા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા હોવાની માહિતી પોલીસ તપાસમાં મળી આવી હતી. ભર ટ્રાફિકવાળા વિસ્તારમાં થયેલી ચોરી બાબતે પોલીસે પણ આળસ ખંખેરી તપાસ ચાલુ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.