અકસ્માતનો સિલસિલો યથાવત:નવસારીના શાંતાદેવી વિસ્તારમાં ટેમ્પો ચાલકે અડફેટે લેતા રત્નકલાકારનું મોત, ટેમ્પો મૂકી ચાલક ફરાર

નવસારી22 દિવસ પહેલા
  • કૉપી લિંક

નવસારી શહેરમાં આવેલા શાંતાદેવી રોડ વિસ્તારમાં અકસ્માતની ઘટના બની હતી.જેમાં રત્ન કલાકાર યુવાન ઘરે જમવા જતો હતો તે વેળાએ 407 ટેમ્પા સાથે ટક્કર થતાં તેનું મોત થયું હતું. ટાઉન પોલીસે અકસ્માત મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

શાંતાદેવી પાસે આવેલ સ્વામિનારાયણ મંદિરમાં પાસે ટેમ્પા ચાલકે એક યુવકને અડફેટે લીધો હતો. જેમાં 31 વર્ષીય કૈલાશ પરભુભાઈ બિયાની નામના રત્ન કલાકારનું ટેમ્પાની અડફેટે આવી જતાં કમકમાટી ભર્યુ મોત થયું હતું.ઘટનાની જાણ પોલીસને થતા ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.અકસ્માત બાદ ટેમ્પો ચાલક ફરાર થયો હતો.ટાઉન પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતો.

અન્ય સમાચારો પણ છે...