• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • JCB Traders In Navsari Hold Meeting To Express Concern Over Rising Diesel Prices, Form Organization And Elect President, Vice President

મિટિંગ:નવસારીમાં JCBનો વ્યવસાય કરતા વેપારીઓએ ડીઝલના વધેલા ભાવ સામે ચિંતા વ્યક્ત કરતી મિટિંગ યોજી, સંગઠન બનાવી પ્રમુખ, ઉપપ્રમુખની વરણી કરી

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જેસીબીના એક કલાકનો ભાવ રૂ. 950, એક મહિનાનું ભાડું રૂ.90 હજાર અને
  • લોડિંગ એક બ્રાસના રૂ.100 નક્કી કરવામાં આવ્ય
  • જિલ્લામાં મોટા પ્રોજેક્ટ માટે સ્થાનિક જેસીબી ધારકોને પ્રાધાન્ય આપવામાં તેવો ઠરાવ પાસ કરાયો

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને લઈ મધ્યમવર્ગ સહિત વેપારી વર્ગની મુશ્કેલીમાં વધારો થયો છે. ત્યારે નવસારીમાં જમીન અને માટી ઉલેચવાના વ્યવસાય સાથે જોડાયેલા JCB મશીનના માલિકોએ ભાવ વધારાના કારણે ધંધો કેવી રીતે કરવો તેને લઈને એક મિટિંગનું આયોજન કર્યું હતું.

ચીખલી કોલેજ પાસે આવેલા સર્કલ નજીક જિલ્લાના જેસીબી માલિકોએ એક બેઠક યોજી હતી. આ બેઠકમાં જેસીબી ધારકોનું એક સંગઠન બનાવવામાં આવ્યું હતું. આ સંગઠનના પ્રમુખ તરીકે પંકજભાઈ ચંદુભાઇ પટેલ અને ઉપપ્રમુખ તરીકે મુકેશભાઈ ઠાકોરભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી. આ સિવાય અન્ય 14 સભ્યોની કમિટી બનાવવામાં આવી હતી. આ મિટિંગમાં નિર્ણય લેવાયો હતો કે, હાલ ડીઝલના ભાવ વધતા જેસીબી સંચાલકોને નુકસાન ભોગવવું પડી રહ્યું છે. તેથી સંચાલકોએ નવા ભાવ અમલમાં લાવવાની ચર્ચા કરી હતી અને જેસીબીના એક કલાકનો ભાવ રૂ. 950, એક મહિનાનું ભાડું રૂ.90 હજાર અને લોડિંગ એક બ્રાસના રૂ.100 નક્કી કરવામાં આવ્યાં હતા. આ સિવાય જિલ્લામાં કોઈપણ મોટા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવે તો તેમાં સ્થાનિક જેસીબી ધારકોને પ્રાધાન્ય આપવામાં આવે તેવો ઠરાવ પણ પાસ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...