તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવે પરિવારિક જવાબદારી:સફેદ કોલસાની ઇન્ડસ્ટ્રીને વૈશ્વિક ઊંચાઈ આપનાર ગણદેવી સુગર ફેકટરીના ચેરમેન જયંતિ પટેલનું રાજીનામું

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જયંતિ પટેલે વધતી ઉંમર સામે ઝુકીને હવે પરિવારિક જવાબદારી નિભાવવા સહકારી ક્ષેત્રને રામ રામ કહ્યા

ગુજરાત રાજ્યમાં સૌથી વધુ ખોટ કરતી ઇન્ડસ્ટ્રીમાં ખાંડ ઉદ્યોગનો પણ સમાવેશ વર્ષોથી થતો આવ્યો છે તેવામાં સામા પ્રવાહે તરીને ગણદેવી સુગરને આંતરરાષ્ટ્રીય ફલક પર સૌથી વધુ ફાયદાકારક ખાંડ મંડળી બનાવનાર પાયોનીયર એટલે જયંતિ પટેલ, જેમણે વધતી ઉંમર સામે ઝુકીને હવે પરિવારિક જવાબદારી નિભાવવા સહકારી ક્ષેત્રેને રામ રામ કહ્યા છે. નાદુરસ્ત તબિયત અને 89 વરસની વયે ગણદેવી સુગર ફેક્ટરીના ચેરમેન પદે રહીને ફરજ બજાવનાર જયંતિ બાવજી પટેલે રાજીનામુ આપતા સમગ્ર ગણદેવી પંથકના માંધાતાઓ ચોંકી ગયા છે.

1984થી શરૂ થયેલી સહકારી ક્ષેત્રની યાત્રા હાલમાં વિરામ પામી છે. ગુજરાત સહકાર મંડળીના ભીષ્મપિતા ગણાતા ગણદેવી સુગરના ચેરમેન જયંતિ પટેલે રાજીનામુ આપતા ગણદેવી સુગર ફેકટરીની બગડોળ હવે નવા ડિરેકટરને સોંપવામાં આવશે. સહકારી ક્ષેત્રને નવી ઊંચાઈ અપાવનાર પૂર્વ નેશનલ સુગર ફેડરેશનના ચેરમેન અને રિઝર્વ બેન્કમાં પૂર્વ ડિરેકટર જયંતી પટેલ નાતંદુરસ્ત તબિયતના કારણે રાજીનામુ આપતા સહકાર ક્ષેત્ર ને એક મોટી ખોટ વર્તાશે. વિશ્વની 100થી વધુ સુગર ફેક્ટરીની મુલાકાત લીધા બાદ ગણદેવી સુગરને ગુજરાતની નંબર વન બનાવનાર દીર્ઘદ્રષ્ટા જયંતિ પટેલે રાજીનામુ આપતા સભાસદોમાં સોપો પડી ગયો છે. સાથે મીડિયા સમક્ષ ઈન્ટરવ્યું આપતા વીતેલા વર્ષોની યાદમાં જયંતિ પટેલ ભાવુક થઈ હતા. સાથે જ કારકિર્દીમાં ખભો મિલાવી કામ કરનાર સહકર્મીઓનો આભાર માન્યો હતો.

1984થી સહકારી ક્ષેત્રે ફરજ બજાવનાર જયંતિભાઈએ ગણદેવી સુગર ફેકટરીને એશિયા ખડમાં સૌથી વધુ નફાકારક ઇન્ડસ્ટ્રીઝ બનાવી હતી. ઉત્તરો ઉત્તર ગણદેવી સુગરને ટોપ લેવલ પર પહોચાડી ખેડૂતોને ગુજરાતની અન્ય સુગરો કરતા સારા ભાવો અપાવનાર જ્યંતી પટેલે હાલ અમેરિકા સ્થિત પુત્ર અને પુત્રી સાથે જીવન વિતાવવાનો નિર્ણય કરતા નિવૃત્તિ પસંદ કરી છે.ગણદેવી સુગરના શરૂઆતના દિવસોમાં 1500થી 1800 ટન પીલાણ થતું હતું, જેને 6200 ટન પોલાણ પર પહોચાડ્યું છે. સાથે ગુજરાતમાં સૌથી વધુ ઇથેલોનનું ઉત્પાદન કરનાર સુગર બની છે. ત્યારે ગણદેવી સુગરનો આધારસ્તમ્ભ ગણાતા જયંતિ પટેલે રાજીનામુ આપતા સહકારી આગેવાનોમાં પણ વિભૂતિની નિવૃત્તિનો ગમ લાગ્યો છે.

અન્ય સમાચારો પણ છે...