નવસારીના જશને ‘જશ’:કેનેડા અંડર-19 ટીમનું સુકાનીપદ જશ શાહ સંભાળશે, પૌત્રનું સિલેક્શન થતાં શાહ પરિવારમાં આનંદની લાગણી

નવસારી5 મહિનો પહેલાલેખક: ચંદ્રેશ પટેલ
  • કૉપી લિંક
જશ શાહની ફાઇલ તસવીર. - Divya Bhaskar
જશ શાહની ફાઇલ તસવીર.
  • ભારતમાં પુણે સ્થિત ક્રિકેટ ક્લબમાં તાલીમ મેળવી નવસારીના યુવાને સિદ્ધિ મેળવી

કેનેડાની અંડર-19 વર્લ્ડ કપ ક્રિકેટ સ્પર્ધામાં મૂળ નવસારીના વતની અને રોટરી સંસ્થા સાથે જોડાયેલા કાંતિભાઇ શાહ પરિવારના પૌત્રનું 8 માસ પહેલા સિલેક્શન થતા શાહ પરિવારમાં આનંદની લાગણી છવાઈ હતી. હવે જશ શાહ કેનેડા અંડર-19મા ટીમનું નેતૃત્વ કરશે.

જશ શાહની અંડર-19માં કેપ્ટન તરીકે પસંદગી
મૂળ નવસારીના અને કેનેડામાં આશરે 17 વર્ષથી સ્થાયી થયેલા શાહ પરિવારનો પૌત્ર જશ હિમાંશુ શાહ કેનેડા ક્રિકેટ ક્લબમાં અંડર-19 વર્લ્ડ કપ ટીમમાં 8 માસ પહેલા સિલેક્ટ થતા નવસારીના શાહ પરિવારમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી. હવે તેની ક્રિકેટમાં સારું પ્રદર્શન જોઈને કેનેડા ક્રિકેટના અધિકારીઓએ જશ શાહની હવે અંડર-19માં કેપ્ટન તરીકે પસંદગી કરી હતી. નવસારીમાં રહેતા કાંતિલાલ શાહનો પુત્ર હિમાંશુ શાહ કેનેડામાં મોટેલ બિઝનેસ કરે છે અને તેમને એક દીકરો અને દીકરી છે.

પિતા પાસેથી વારસામાં ક્રિકેટનાં લક્ષણો મળ્યાં
જે પૈકી દીકરો જશ શાહ હાલમાં ધોરણ-12 પાસ કરીને બિઝનેસ ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરી રહ્યો છે. સાથે સાથે તેને તેના પિતા પાસેથી વારસામાં ક્રિકેટના લક્ષણો પણ મળ્યા છે, કારણ કે તેના પિતાને પણ બાળપણથી જ ક્રિકેટ રમવાનો લગાવ હતો, જેથી પુત્ર જશને પણ ક્રિકેટ પ્રત્યે લગાવ વધ્યો હતો.

જશ શાહ અંડર-19માં ક્રિકેટ ટીમનું નેતૃત્વ કરશે
તેણે સાત વર્ષ સુધી ભારતમાં આવી પૂનામાં ક્રિકેટ ક્લબમાં ક્રિકેટની સઘન તાલીમ પણ લીધી હતી. જશ શાહ હવે અંડર-19માં ક્રિકેટ ટીમનું કેપ્ટન તરીકે નેતૃત્વ સંભાળશે. આ સાથે નેશનલ ક્રિકેટ ટીમમાંથી પણ રમવાનું આમંત્રણ મળતા જેની માહિતી નવસારીમાં રહેતા દાદા કાંતિલાલ શાહને મળતા તેઓએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

અંડર-19મા 10 યુવા ક્રિકેટર મૂળ ગુજરાતી
નવસારીના બે યુવા ક્રિકેટરો જશ શાહ અને સિદ્ધ લાડની પસંદગી 8 માસ પહેલા કેનેડા અંડર-19ની ટીમમાં પસંદગી થઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કેનેડાની અંડર-19 ટીમમાં 15ની ટીમમાં 10 તો મૂળ ગુજરાતી ક્રિકેટર હોય ગુજરાત હવે કેનેડામાં રહી દેશનું નામ રોશન કરશે.

હારની બાજી જીતમાં પલટી સદી બનાવી
મારો પૌત્ર જે દિવસે કેનેડામાં સ્નો પડ્યો હોય તેવી પરિસ્થિતિમાં પણ ક્રિકેટની પ્રેકટીસ કરતો હતો. વર્લ્ડ કપમાં સિલેક્શન થયું હવે ટીમનો કેપ્ટન બન્યો અને રાષ્ટ્રીય ક્રિકેટ ટીમમાં રમવાનું જણાવતા હવે મારો પૌત્ર દેશ અને નવસારી ગુજરાતનું નામ રોશન કરશે. ક્રિકેટ મેચમાં જશની ટીમ હાર તરફ ધકેલાઇ રહી હતી. સામેની ટીમના સારા બોલરોની પણ ધોલાઈ કરીને ચારે તરફ શોર્ટ ફટકારી 119 બોલમાં 117 રન બનાવ્યા હતા. જેમાં 12 ચોક્કા અને 3 સિક્સ ફટકારી તેની ટીમને વિજેતા બનાવી હતી. આ પ્રદર્શનને આધારે તેનું પ્રમોશન થયું છે. - કાંતિભાઈ શાહ, જશના દાદા, નવસારી

અન્ય સમાચારો પણ છે...