તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાળ કલાકારની આગવી પ્રતિભા:નવસારીના 12 વર્ષના જલનો શોર્ટ ફિલ્મમાં જલવો; અભિનય સાથે અભ્યાસ, ડાન્સ, મોડલિંગ, સ્કેટિંગ અને કરાટેમાં માહિર

નવસારી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
બાળ કલાકાર જલની તસવીર - Divya Bhaskar
બાળ કલાકાર જલની તસવીર

બાળ કલાકાર જલ અભિનય ક્ષેત્રે દિવસેને દિવસે હરણફાળ ગતિએ આગળ વધીને નવસારી અને પરિવારનું નામ રોશન કરી રહ્યો છે. માત્ર 12 વર્ષની ઉંમરમાં જ જલે ડાન્સિંગ, મોડલિંગ, એક્ટિંગ, કરાટે, સ્કેટીંગ શીખી લીધા છે. અભ્યાસ હોય કે પછી અન્ય એક્ટિવીટી જલ હંમેશા અગ્રેસર જ રહે છે. જલ જ્યારે 4 વર્ષનો હતો ત્યારથી જ માતા ચેતનાબેન અને પિતા ગિરીશભાઇએ તેને ડાન્સ ક્લાસમાં મુક્યો હતો. શાળામાં પણ પહેલા ધોરણથી લઇને પાંચમાં ધોરણ સુધી દરેક ડાન્સ કોમ્પિટીશનમાં હંમેશા પ્રથમ રહ્યો હતો.

વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લે છે
રમતગમતમાં પણ અવ્વલ આવનાર જલે અભ્યાસને પણ સરખો ન્યાય આપ્યો છે. અભ્યાસમાં પણ જલે હમેંશા A1 ગ્રેડ જ પ્રાપ્ત કર્યો છે. જલે અલગ-અલગ શહેર તથા રાજ્યોમાં ભાગ લઇને પોતાના ટેલેન્ડને નિખારી રહ્યો છે. જયપુરમાં યોજાયેલ યુથ આઇકોન ઇન્ડિયામાં મોડલિંગ અને ડાન્સની સ્પર્ધામાં ફાઇનલ સુધી પહોંચ્યો હતો. સુરતમાં ઓલ ગુજરાત ઇન્ટર સ્કુલ અને કોલેજ ડાન્સ હરિફાઇમાં જીત હાંસલ કરી હતી.

અત્યાર સુધી ઘણાં પાત્રો ભજવ્યાં છે
આ ઉપરાંત લોકડાઉનમાં દિલ્હી, બરેલી, મુંબઇ, ઉત્તરાખંડ, વડોદરો, જયપુર, સુરત અને અમદાવાદથી યોજાયેલ ઓનલાઇન ડાન્સ, એક્ટિંગ, મોડલિંગ, ડ્રોઇંગ અને યોગા જેવી સ્પર્ધામાં ભાગ લીધો અને દરેકમાં વિજેતા બન્યો. ગત વર્ષે સોશિયલ મિડિયામાં વાઘે કાસ્ટિંગ સ્ટુડિયો મારફતે કરેલ જાહેરાતમાં સમગ્ર દેશના 4500 બાળકોમાંથી જલ ગાંધીના ફોટા સિલેક્ટ કરવામાં આવ્યા અને તેની પસંદગી થઇ. જેમાં ડેડીઝ લવ તથા ક્રાઇમ રિટર્ન શોર્ટ મુવિઝમાં જલે મેઇન પાત્રમાં અભિનય કર્યો. જે આપણે યુટ્યુબ પર પણ નિહાળી શકીએ છીએ.

બોલિવૂડમાંથી પણ ઓફર આવી
જલને હવે બોલીવુડ તરફથી પણ પ્રોડક્શન હાઉસ અભિનય માટે એપ્રોચ કરી રહ્યું છે. આગામી દિવસોમાં જલની ડોન્ટ કોલ ઓફ માઇ ડોટર ફિલ્મની શૂટિંગ પણ શરૂ થનાર છે. 2014 થી 2020 સુધીમાં જલે અલગ-અલગ ક્ષેત્રમાં ભાગ લઇને 40 જેટલી ટ્રોફી અને 15 જેટલા મેડલ પોતાના નામે કર્યા છે. માતા-પિતા અને ભાઇનો પુરતા સહયોગને કારણે જલ આટલી નાની ઉંમરે મોટી-મોટી સિદ્ધિઓ પ્રાપ્ત કરી શક્યો છે.

નવસારી જિલ્લામાં ઘણી મોટી સંખ્યામાં બાળ કલાકારો પોતાના અભિનયના ઓજશ પાથરવા થનગની રહ્યા છે. તેમાં જલનો પણ સમાવેશ થાય છે. આ અગાઉ પણ કેટલાય બાળ કલાકારો અને યુવાનો ટેલીવુડ સુધી પોતાના અભિનય થકી નવસારીને ઝળહળતું રાખ્યું છે.

અન્ય સમાચારો પણ છે...