તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:જલાલપોરના કોન્ટ્રાકટરનો અગમ્ય કારણસર આપઘાત

નવસારી10 દિવસ પહેલા
  • કૉપી લિંક

જલાલપોરના અમૃતનગરમાં રહેતા જમીન લે-વેચ અને બિલ્ડીંગ વ્યવસાય સાથે સંકળાયેલા યુવાને અગમ્ય કારણસર ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. જલાલપોરના અમૃતનગરમાં રહેતા મનિષ હિરપરા (ઉ.વ. 37) કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતો હતો. મનિષ તેમના ઘરે એકલો હતો ત્યારે અગમ્ય કારણસર ઘરે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. જેની જાણ પ્રવિણભાઇ હિરપરા (રહે. જલાલપોર)એ પોલીસન કરી હતી. ઘટના અંગે અહેકો અલ્પેશ નવનીતભાઈ તપાસ કરી રહ્યા છે.

આર્થિક ભીંસ વધતા જીવન ટૂંકાવ્યાની આશંકા
પ્રાથમિક તપાસમાં મૃતક મનિષભાઈ જમીન વેચાણ-બિલ્ડીંગના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. લોકડાઉનમાં કોન્ટ્રાકટરનો વ્યવસાય બરાબર ચાલતો નહીં હોય આર્થિક દેવુ વધતા આત્મઘાતી પગલું ભર્યાની હાલ આશંકા છે, તપાસ બાદ હકીકત બહાર આવશે. > અલ્પેશભાઈ, તપાસકર્તા, જલાલપોર પોલીસ

અન્ય સમાચારો પણ છે...