ઉત્તરાયણ પર્વમાં પશુ સેવા:નવસારીના જૈન યુવા મંડળે ગોળ અને લોટથી 5 હજાર લાડવા બનાવ્યા, પાંજળાપોરમાં જઈ પશુઓની સેવા કરી

નવસારી18 દિવસ પહેલા

ઉત્તરાયણ પર્વ પર દાન-પૂર્ણ્યનું ઘણું મહત્વ હોય છે. જેમાં પણ અબોલ પશુઓને ગોળ, લાડુ, ઘાસ વગેરે ખવડાવી લોકો ગૌ પૂજા પણ કરતા હોય છે. ત્યારે નવસારીના જૈન યુવાનોના મંડળ દ્વારા અબોલ પશુઓને લાડુ, રોટલી, ઘાસ ખવડાવી હતી. જૈન યુવા મંડળે 500 કિલો ગોળ અને 1500 કિલો લોટના 5 હજાર નંગ લાડવા બનાવ્યા હતા.

સૂર્યનું ઉત્તર દિશામાં પ્રયાણ એટલે ઉત્તરાયણ. ઉત્તરાયણનું હિન્દુ સંસ્કૃતિમાં અનેરું મહત્ત્વ છે. પતંગ ચગાવવાની મજા સાથે આજે દાન-પુણ્યનું પણ ખાસ મહત્ત્વ છે. ત્યારે નવસારીમાં વસતા જૈન સમાજ વર્ષોથી ઘી ગોળના લાડવા અને રોટલી બનાવી ગૌ શાળા અને પાંજરાપોળમાં જઈ અબોલ પશુઓને ખવડાવે છે.

આ વર્ષે કોરોનાકાળ બાદ જૈન યુવા મંડળ દ્વારા ઉત્સાહ ભેર ઉત્તરાયણના પર્વે દાન કરી ગૌ માતાના આશીર્વાદ લીધા હતા. જૈન યુવા મંડળ દ્વારા 500 કિલો ગોળ અને 1500 કિલો લોટના 5 હજાર નંગ લાડવા બનાવવામાં આવ્યા હતા. સાથે જ જૈનોના ઘરે- ઘરેથી 1500 કિલો રોટલી આવી હતી. આ તમામ વસ્તુઓ લઈ જૈન આગેવાનો સાથે જૈન પરિવારો નવસારીના ખડસૂપા પાંજરાપોળ ખાતે પહોંચ્યા હતા. જ્યાં 1200થી વધુ અબોલ પશુઓને લાડુ, ગોળ, રોટલી અને ઘાસ ખવડાવી ધન્યતા અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...