કાર્યવાહી:ચરસ પ્રકરણમાં શીતલ આંટીના રિમાન્ડ પૂર્ણ થતાં જેલમાં ધકેલાઇ

નવસારી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આરોપીના ઘરમાંથી દોઢ કિલો ચરસ મળી આવ્યું હતું

સુરતના ડુમસ રોડ પરથી શીતલ આંટી તેના-પુત્ર સાથે ચરસ સપ્લાય કરવા ગયા હતા ત્યારે સુરત ડીસીબી પોલીસે ઝડપી લીધી હતી. નવસારીના જલાલપોર સ્થિત તેમના ઘરે રેડ કરતા દોઢ કિલો ચરસ મળી આવતા તેમના પતિ અને નાના પુત્રની પણ પોલીસે મદદ કરતા હોય અટક કરી હતી. એક દિવસ બાદ મહિલાના ઘર પર કુરિયરમાં એક પાર્સલ આવતા તેમાં પણ ડ્રગ્સ જ હોવાની આશંકા સાચી સાબિત થઈ હતી. એલસીબી અને જલાલપોર પોલીસને પાર્સલમાં 85 ગ્રામ ચરસ મળી આવતાં પોલીસે ફરિયાદી બની ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરી હતી.

આ કેસમાં તપાસ SOGને સોંપાતા સુરતથી શીતલ આંટીનો ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવ્યો હતો. તપાસ દરમિયાન શીતલ નામની મહિલા નીરવ પટેલના સંપર્કમાં હોવાના અને તેના પેડલર તરીકે કામ કરતી હોવાનો ખુલાસો થયો હતો. શિતલના સોમવાર સુધીના રિમાન્ડ હોય તે પૂર્ણ થતાં તેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેને સબજેલમાં મોકલવાનો આદેશ કર્યો હતો.

મુખ્ય સુત્રધારની અટક બાદ રાઝ ખુલશે
હિમાચલથી ચરસ મોકલાવનાર નીરવ પટેલ ચરસ કાંડનો મુખ્ય સૂત્રધાર છે. શિતલ માત્ર પેડલર જ હતી. પોલીસે હિમાચલ પ્રદેશમાં શોધખોળ કરી પણ તે મળ્યો નહીં હોય પોલીસે તેના ઉપર નજર રાખી છે. નીરવ પટેલની અટક થયા બાદ જ ચરસ કાંડના રાઝ ખુલશે કે તેના કેટલા પેડલર છે અને અન્ય રાજ્યોમાં પણ તે કુરિયર પાર્સલ મારફતે ચરસ ની હેરાફેરી કરતો હતો કે નહીં. - પી.બી.પટેલીયા, પીઆઇ, નવસારી એસઓજી

અન્ય સમાચારો પણ છે...