તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Jagannathji's Rath Yatra In Navsari District Postponed For Now, District Police Recommendation To Hold It In Temple Premises Only

નિર્ણય:નવસારી જિલ્લામાં જગન્નાથજીની રથયાત્રા હાલ પૂરતી સ્થગિત, મંદિર પરિસરમાં જ યોજવા જિલ્લા પોલીસની ભલામણ

નવસારી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તમામ SOP ના નિયમોનું પાલન ફરજિયાત પણે કરવામાં આવશે તેવી બાંહેધરી પણ આયોજકો પાસે લેવામાં આવી

હાલમાં કોરોના કાળમાં કોઈ પણ ધાર્મિક ઉત્સવ ઊજવવો એ જોખમી બની શકે છે જેને લઇને રાજ્ય સરકાર મોટાભાગના ઉત્સવોની સીમિત કરીને શરતી મંજૂરી આપી રહી છે. જે પૈકી આગામી 12મી જુલાઈના રોજ યોજાનાર જગન્નાથજીની નગરચર્યાને લઈને વિવિધ શહેરોમાં ઉજવણીને લઈને જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં નવસારી જિલ્લામાં ચીખલી, મરોલી, બીલીમોરા અને નવસારીમાં નીકળતી જગન્નાથજીની રથયાત્રા સ્થગિત રાખવામાં આવી છે. માત્ર મંદિર પરિસરમાં જ રથયાત્રા યોજવા ભલામણ કરવામાં આવી છે.

નવસારી જિલ્લામાં પણ ચીખલી, મરોલી અને બીલીમોરા સહિત નવસારી શહેરમાં જગન્નાથજીની યાત્રા દર વર્ષે નીકળે છે કે આ વર્ષે પણ તમામ આયોજકોને જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી બોલાવીને સીમિત ઉજવણી થાય અથવા મંદિર પરિસરમાં જ કાર્યક્રમ ગોઠવાય તેવી વ્યવસ્થા કરવા માટે આયોજકોને અપીલ કરવામાં આવી હતી. સાથે જ યોજાનારા આ કાર્યક્રમમાં જે પણ મંદિરનો સ્ટાફ જોડાશે તેઓ તમામ SOP ના નિયમોનું પાલન ફરજિયાત પણે કરવામાં આવશે તેવી બાંહેધરી પણ આયોજકો પાસે લેવામાં આવી છે.

જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.રાણાના જણાવ્યા મુજબ નવસારી જિલ્લાના ત્રણથી વધુ વિસ્તારોમાં દર વર્ષે જગન્નાથજીની નગરચર્યાનો કાર્યક્રમ યોજાય છે. જેને લઇને અમે તમામ આયોજકોને આજે કચેરીએ બોલાવીને જાહેરનામાનો સખતાઈથી પાલન થાય તે માટે તેમને સહયોગ આપવા માટે અપીલ કરી હતી. જેને લઇને આ વર્ષે તમામ મંદિરોમાં નગરચર્યાનું આયોજન નહીં થાય અને મંદિર પરિસરમાં જ સીમિત કાર્યક્રમ યોજાશે તેવું નક્કી થયું હતું.

અન્ય સમાચારો પણ છે...