વરસાદી માહોલ જામ્યો:નવસારીના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો, રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં

નવસારી4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રસ્તા પર પાણી પણી થઈ જતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો

નવસારી શહેરમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. આજે સવારથી વરસાદ વરસી રહ્યો છે. જેને લઈ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. સવારે વરસાદ આવવાથી નોકરિયાતોને ઘરેથી ઓફિસ જવામાં મુશ્કેલી પડી હતી. રસ્તા પર પાણી પણી થઈ જતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

જિલ્લામાં થોડા દિવસ અગાઉ પૂર આવ્યું હતું
થોડા દિવસ અગાઉ જિલ્લામાં આવેલા પૂરને કારણે ખેતીમાં અને મકાનોમાં વ્યાપક નુકસાની થઈ છે. ત્યારે ફરી મેઘરાજા ઉગ્ર સ્વરૂપ ધારણ ન કરે તેવું શહેરીજનો ઇચ્છી રહ્યા છે. હાલ તો પૂરના પાણી ઓસર્યા બાદ જનજીવન થાળે પડ્યું હતું. ત્યારે ફરીવાર વરસાદી માહોલ જામ્યો છે.
સામાન્ય વરસાદથી પણ રસ્તાઓમાં પાણી ભરાઈ જાય
શહેરમાં સામાન્ય વરસાદથી પણ રસ્તાઓમાં પાણી ભરાઈ જાય છે અને લાંબા સમય સુધી તેનો નિકાલ થતો નથી. જેથી રાહદારીઓ તેમજ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. છૂટો છવાયો વરસાદ પણ શહેરીજનો માટે મુશ્કેલી અને આફત ઊભી કરી રહ્યો છે. પાલિકા કરોડો રૂપિયા વર્ષોથી મોન્સૂન કામગીરી પાછળ વાપરે છે છતાં પણ કોઈ નક્કર ઉકેલ લાવી શકી નથી.

અન્ય સમાચારો પણ છે...