પ્રમુખસ્વામી મહારાજે આધ્યાત્મિક અભિગમ-આધ્યાત્મિક જ્ઞાન દ્વારા અન્યોને સદાચારને માર્ગે વાળી બહુ જ મોટી સમાજસેવા કરી હતી. વર્તમાનકાળે મહંતસ્વામી મહારાજ પણ દાસભાવે પ્રમુખસ્વામી બાપા જેવો જ આધ્યાત્મિક અભિગમને માર્ગે સૌને સુખ-શાંતિ આપી રહ્યાં છે. જે વ્યક્તિના જીવનમાં આધ્યાત્મિકતા હોય તે વ્યક્તિના વ્યવહારમાં સરળતા, સહજતા અને વિનમ્રતા હોય છે.
પ્રમુખસ્વામી મહારાજ અને મહંતસ્વામી મહારાજના જીવનમાંથી આપણને એની પ્રતિતિ થાય છે. પરિવારમાં સૌ સાથેનો વ્યવહાર સરળ, સાહજિત અને વિનમ્ર હોય તો પરિવારમાં અશાંતિને અવકાશ રહેતો નથી. જીના જીવનમાં અધ્યાત્મ હોય તે સૌને પ્રસન્ન કરી શકે, સૌને સાથે રાખી કુશળ વ્યવહાર કરી શકે, દરેકે પોતાના વાણી, વર્તન, વ્યવહારમાં સ્વજાગૃતિ કેળવી, ધીરજ રાખવી, સહનશીલ બનવું, પુરૂષાર્થ કરવા છતાં નિષ્ફળતા મળે તો ભગવાનને કર્તાહર્તા જાણી ભગવાનની મરજી એમ સમજી ઉદ્વેગ ન પામવો-શાંતિ-સ્થિર રહેવું અને આગળ વધવાના પ્રયત્નો ચાલુ જ રાખવા.
ઉપરોક્ત શબ્દો ઓનલાઈન રવિ સત્સંગ સભાને સંબોધતા ડો. જ્ઞાનવત્સલ સ્વામીએ ઉચ્ચાર્યા હતા. તેમણે વિપરીત સંજોગોમાં દુ:ખના સમયમાં પોતે નક્કી કર્યા મુજબના કાર્યોમાં આગળ વધતા રહેલા આધ્યાત્મિક અભિગમ રાખવા માર્ગદર્શન આપ્યું હતું. વ્યવહારમાં વિચારની સ્થિરતા અગત્યની બાબત હોય આધ્યાત્મિક અભિગમ જ સ્થિરતા બક્ષે છે. વિનમ્રતા, વિવેક, પ્રમાણિકતા, સાહજિકતા, પ્રેમભાવથી માનવી ઘણો આગળ નીકળી શકે છે. સૌના જીવનમાં આધ્યાત્મિક અભિગમ આવે તે માટે પ્રાર્થના ગુજારી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.