તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉપદેશ:પ્રભુનું કિર્તન, ધૂન કરીએ ત્યારે ભગવાનની મૂર્તિનું સ્મરણ કરવું જરૂરી છે : પૂ. મહંતસ્વામી

નવસારી2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભગવાનના કિર્તન ગાતા જો ભગવાનની સ્મૃતિ ન થાય તો એ ગાયુ તે ન ગાયા જેવું છે. ભગવાનના કિર્તન, નામસ્મરણ તથા ધૂન કરીએ ત્યારે ભગવાનની મૂર્તિનું સ્મરણ કરવું જરૂરી છે. ભગવાન વિસરાય તેવા ભજનકિર્તન ગાવાનો કોઈ અર્થ નથી. હાલતા-ચાલતા, ખાતા-પિતા સર્વે ક્રિયાને વિશે ભગવાનના સ્વરૂપમાં જ વૃત્તિ રાખવી. ખરેખરા સુખિયા થવું હોય તો ઠાઠમાઠ વિના, માન-મરતબીના કોઈ દેખાવ-આડંબર વિના અંતરમાં શાંતિ રહે તે માટે પતિવ્રતાની ભક્તિ કરવી. સાચુ સુખ હરિના ચરણમાં જ છે. આપણું મન બધા ફેલ-ફતુર કરાવે, મન અતિ દુ:ખદાયક છે. મનનું ધાર્યું મુકી ગુરૂની આજ્ઞામાં રહેવું. ધર્મના નિયમો સારધાર પાળવા શિથિલતા ન રાખવી. વાણી સારી રાખવી, જીવનને ભગવાન પ્રધાન-ભક્તિ પ્રધાન બનાવી દેવું. ઉપરોક્ત શબ્દો પ્રગટ ગુરૂહરિ મહંતસ્વામીએ આ વર્ષની અંતિમ રવિ સત્સંગ સભાને ઓનલાઈન આશીર્વચનો પાઠવતા ઉચ્ચાર્યા હતા. પૂ. મહંતસ્વામીએ પોતાને પ્રિય એવાં ચાર-પાંચ કિર્તન પૈકી બહુ જ ગમતું મુક્તાનંદ સ્વામી રચિત કિર્તન મોહનને ગમવાને ઈચ્છો માનુની ત્યાગો સર્વે જૂઠી મનની રેક જો રજૂ કરી કિર્તનની એક-એક કડીનું નિરૂપણ કર્યું હતું. આ પ્રસંગે દૃશ્ય-શ્રાવ્યના માધ્યમથી પ્રમુખસ્વામી મહારાજે ગાયેલા કિર્તન હરિ વિના હિતકારી બીજુ કોઈ તારુ નથીનું શ્રવણ તેમજ કિર્તનનું તેમણે કરેલું નિરૂપણ શ્રવણ કરાવાયું હતું. પ્રમુખસ્વામી મહારાજ પણ ભગવાનના નિયમ-ધર્મનું દૃઢતાથી પાલન કરવા, ભગવાન આપણા સામુ જુએ તેવું ભક્તિમય જીવન બનાવવા તેમજ નિત્ય દૃઢતાથી સત્સંગ કરવા જણાવ્યું હતું. ગુરૂ પ્રમુખસ્વામી અને પ્રગટ ગુરૂહરિ મહંતસ્વામી દ્વારા કિર્તનો અને તેના નિરૂપણો થયા તે આ કિર્તન આરાધનાની વિશિષ્ટતા હતી. દેશ-વિદેશોના લાખો હરિભક્તોએ આ વિશિષ્ટ કિર્તન ભક્તિથી અભિભૂત થઈને ધન્યતા અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો