મહિલા કિસાન દિવસ:કૃષિ યુનિવર્સિટીના બિયારણો ઉપયોગ કરવા તેમજ‎નફાકારક વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવી ખૂબ અનિવાર્ય‎

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાંસદાના કાવડેજ ગામે મહિલા કિસાન દિવસની ઉજવણી કરાઈ

કોર્પોજન ઉન્ડેશન ટુર અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારીના સંયુક્ત ઉપક્રમે વાંસદાના કાવડેજ ખાતે મહિલા કિસાન દિવસની ઉજવણી તા.15/10/2022 ના રોજ કરવામાં આવી. આ પ્રસંગે કોહેજન ફાઉન્ડેશન ટ્રસ્ટ નવસારીના અનિક્ષાબેને ઉપસ્થિત સૌનું શાબ્દીક સ્વાગત કર્યું. ખેતીમાં મહિલાના યોગદાનનું અને કામગીરીની ભૂમિકા વિશેની માહિતી આપી હતી.

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારીના ડો. કે. એ. શાહે ખેતી પાકોની વિવિધ જાતો અને તેના ગુણધર્મો જણાવતા ખેતી પાકોની સર્ટિફાઈડ કક્ષાના યુનિવર્સિટીના બિયારણો ઉપયોગ કરવા તથા નફાકારક ખેતી વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવા સુચનો કર્યા હતા. ગૃહ વિજ્ઞાન નિષ્ણાંત નિતલબેને ખેતી પાકોમાં મુલ્યવૃધ્ધિ થકી વધુ આવક મેળવવા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સાથે જોડાઈને તાલીમો મેળવીને ખેડૂત મહિલાઓને પગભર બનવા હાંકલ કરી હતી. આ પ્રસંગે માનનીય પ્રધાનમંત્રીશ્રીના સ્વચ્છતા અભિયાન અને જળશિત જાગૃતિ અભિયાન અંતર્ગત ખેડૂત મહિલાઓને વિશેષ જાણકારી સાથે સ્વચ્છતા શપથ પણ લીધા હતા.

આ મહિલા શિબિરમાં કોહેજન ટ્રસ્ટના પ્રોજેકટ મેનેજર અનિક્ષાબહેને ઉપસ્થિત મહિલાઓને કોહેજન ફાઉન્ડેશન દ્વારા વિવિધ મહિલા આધારિત પ્રવૃતિઓનો પરિચય આપી તેનો મહત્તમ લાભ લેવા જણાવ્યું. આ શિબિરમાં જમીનના જતન અને ખેતીના ખર્ચ બચાવવા અને દેશી જાતોની જાણકારી મળી રહે તે માટે ઓછી ખર્ચાળ તકનીકીઓ જેવી કે જૈવિક ખાતર, જૈવિક દવાઓ, ફેરોમેન ટ્રેપ, લીમડાનું તેલ તથા ડાંગર, કઠોળ, શાકભાજી વગેરેની દેશી જાતોનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમાં 200થી વધારે ખેડૂત બહેનોએ ટકાઉ અને પ્રાકૃતિક ખેતી અંગેના નાટક દ્વારા માર્ગદર્શન મેળવ્યું. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પ્રિયંકાબેને કર્યું.

અન્ય સમાચારો પણ છે...