ઇન્કમટેક્સ વિભાગની સાયકલ યાત્રા:આઈટી ડિપાર્ટમેન્ટનું નવસારીથી દાંડી સુધી સાયક્લોથોનનું આયોજન, ધારાસભ્યએ લીલીઝંડી બતાવી કરાવ્યું પ્રસ્થાન

નવસારીએક મહિનો પહેલા
  • 30 જેટલા શહેરોમાંથી સાયકલ સવારો અને ઇન્કમટેક્સ કર્મચારીઓએ ભાગ લીધો
  • યાત્રા નવસારી આયકર ભવનથી સવારે 7 વાગ્યે નીકળી 8.30 કલાકે દાંડી ખાતે પહોંચી

નવસારી જિલ્લામાં 75મા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત નવસારી શહેરમાં ચારપૂલ ખાતે આવેલા આયકર ભવનમાં ઉજવણી કરવામાં આવી હતી. જ્યાં નવસારી ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા નવસારીથી દાંડી સુધી સાયક્લોથોનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 30 જેટલા અલગ અલગ શહેરોથી સાયકલ સવારો અને ઇન્કમટેક્સ કર્મચારીઓએ ભાગ લીધો હતો. ધારાસભ્ય પિયુષ દેસાઈએ લીલીઝંડી બતાવી યાત્રાની શરૂઆત કરાવી હતી.

આ સાયકલ યાત્રા નવસારી આયકર ભવનથી સવારે 7 કલાકે નીકળી 8.30 કલાકે દાંડી ખાતે આવેલા પ્રાથનાખંડે પહોંચી પૂર્ણ કરવામાં આવી હતી. જ્યાં આ યાત્રામાં ભાગ લેનારા તમામ સાયકલ સવારોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ યાત્રા સાથે નવસારી પોલીસ, એમ્બ્યુલન્સનો પણ સહકાર મળ્યો હતો. આ કાર્યક્રમમાં ચીફ કમિશનર ઓફ ઈન્કમટેક્સ, સુરતનાં કવિતા ભટનાગર, નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈ, વલસાડના પ્રિન્સીપાલ કમિશ્નર સંજયભાઈ, દિપેન્દ્ર કુમાર વગેરે મહાનુભવો તેમજ ઇન્કમટેક્સના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સામાન્ય રીતે કરચોરોની પાછળ દોડતું આઈટી ડિપાર્ટમેન્ટ સતત વ્યસ્તતા સાથે કામ કરતું હોય છે. ત્યારે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પ્રથમ વખત ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા કચેરીથી દાંડી સુધી સાઇકલ રેલી યોજીને દેશની આઝાદીને સન્માનિત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...