વિસર્જન:નવસારીમાં સાતમા દિવસે 200થી વધુ ગણેશ પ્રતિમાનું વિસર્જન

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નવસારીના ધારાગીરી સ્થિત પૂર્ણા નદીના ઓવારે ભક્તજનોએ બાપાને વિદાય આપી. - Divya Bhaskar
નવસારીના ધારાગીરી સ્થિત પૂર્ણા નદીના ઓવારે ભક્તજનોએ બાપાને વિદાય આપી.
  • કૃત્રિમ તળાવમાં પીઓપીની મૂર્તિનું વિસર્જન અને માટીની પ્રતિમાઓનું નદીમાં વિસર્જન કરવામાં આવશે

નવસારીમાં સાતમા દિવસે પણ 200 થી વધુ પ્રતિમાનું વિસર્જન પૂર્ણા નદીના કિનારે કરવામાં આવ્યું હતું. જેમાં માટીની પ્રતિમા નદીમાં અને પીઓપીની પ્રતિમાને કૃત્રિમ તળાવમાં વિસર્જન કરાયું હોવાનું ગણેશ સંગઠનના આયોજકો દ્વારા જણાવાયું છે.

નવસારીમાં ગણેશ મહોત્સવમાં ભક્તોની આસ્થાનું પૂર વહી રહ્યું છે ત્યારે માનતાના દોઢ દિવસ, પાંચ દિવસ અને મંગળવારે સાતમા દિવસે પણ ગણેશ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. મંગળવારે બપોર બાદ ભક્તોએ ડીજે, ઢોલ નગારા અને ડ્રેસ કોડમાં આનંદ મહોત્સવ મનાવીને બાપાની મૂર્તિને વિરાવળ સ્થિત પૂર્ણા નદીમાં અને કૃત્રિમ તળાવમાં અને ધારાગીરી, જલાલપોર મળી કુલ 200થી વધુ પ્રતિમાનું વિસર્જન કોઈપણ વિઘ્ન વગર કર્યું હતું. જોકે હવે માટીની પ્રતિમા નદીમાં અને પીઓપીની પ્રતિમા કૃત્રિમ તળાવમાં વિસર્જન કરાશે.

માટીની તમામ પ્રતિમા નદીમાં જ વિસર્જન થશે
કલેકટર, માર્ગ મકાન વિભાગના અધિકારી, ચીફ ઓફિસર, પાલિકા પ્રમુખ સહિત અગ્રણીઓની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં સર્વાનુમતે ઠરાવ્યું કે પીઓપીની તમામ મૂર્તિ કૃત્રિમ તળાવમાં વિસર્જન થશે. જ્યારે માટીની તમામ પ્રતિમા નદીમાં વિસર્જન કરવામાં આવશે. આ માટે નદીની બાજુમાં જ કુત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે. > નરેશભાઈ ઢીમ્મર, પ્રમુખ, નવસારી વિભાગ ગણેશ સંગઠન મંડળ

ડાંગમાં શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન
આહવા | ડાંગ જિલ્લામાં ગણેશઉત્સવ નિમિત્તે દરેક ગામોમાં શ્રીજીની પ્રતિમાઓનું સ્થાપન કરાયું છે. ડાંગ જિલ્લાનાં અમુક ગામડાઓમાં ભાવિક ભક્તો દ્વારા છઠ્ઠા અને સાતમાં દિવસે બાપા મોરિયા રે પૂઢચ્યા વર્ષી લવકર યાનાં નારા સાથે ગણપતિ બાપાની પ્રતિમાને ભારે હૈયે નદીઓમાં વિસર્જન કર્યુ હતું. ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં ભાવિક ભક્તો અને ગણેશ મંડળો દ્વારા છઠ્ઠા અને સાતમાં દિવસે શ્રીજીની પ્રતિમાઓનું શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...