તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માર્ગદર્શન:ખાતર, દવા અને રસાયણના આડેધડ ઉપયોગથી જલ, વાયુ, ભૂમિ પ્રદૂષિત બની : પૂર્વ કેન્દ્રીય મંત્રી

નવસારી12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કે.વિ.કે. નવસારી દ્વારા ગૌપાલન થકી ભૂમિ સુપોષણનો રાજ્ય કક્ષાનો વેબીનાર

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારી જીલ્લા કિસાન મોરચા, નવસારીના સંયુક્ત ઉપક્રમે ગૌપાલન થકી ભૂમિ સુપોષણ અંગે રાજ્ય કક્ષાનો વેબીનારનું આયોજન કરવામાં આવ્યું. વિસ્તરણ શિક્ષણ નિયામક ડો.સી.કે.ટીંબાડિયાએ સૌ મહેમાનોનું સ્વાગત પરિચય આપતા આ વેબીનાર મહત્વ અને ઉત્પાદિત થતા ખોરાકમાં પોષણની ટકાવારી ઘટતી જાય છે. તેને નિવારવા માટે ગાયના ખેતીમાં યોગદાન અને મહત્વ વિશેની સવિસ્તૃત જાણકારી આપી હતી.

આ વેબીનાર અધ્યક્ષ અને નવસારી કૃષિ યુનિવર્સિટીનાં કુલપતી ડો.ઝેડ.પી. પટેલે વધતી જતી વસ્તીને પોષણયુક્ત અન્ન અને શાકભાજી પૂરી પાડવા માટે જમીન સુધારણા કરવા માટે ખેડૂતોને આહવાન કર્યું હતું. તથા સેંદ્રિય ખાતર વર્મીકંપોસ્ટ અને યુનિવર્સિટીનું બનાવેલ નોવેલ પ્રવાહી ખાતરનો ખેતી પાકોમાં ભરપુર ઉપયોગ કરવા માટે જણાવ્યું હતું અને ટકાઉ ખેતી કરવા માટે પાકફેરબદલી, જૈવિક ખાતર અને પાક અવશેષોનો ખેતીમાં ઉપયોગ કરવા જણાવ્યું હતું.

પૂર્વ કેંદ્રીયમંત્રી, ભારત સરકાર તથા પૂર્વચેરમેન, રાષ્ટ્રીય કામધેનું આયોગના ડો.વલ્લભભાઈ કથીરીયાએ જણાવ્યું કે, ખાતર અને દવા તથા રસાયણના આડેધડ ઉપયોગ કરવાથી જલ, વાયુ અને ભૂમિને પ્રદૂષિત બની છે. પ્રકૃતિ સાથે રહી ને કુદરતી સંપદાને જાળવવા તથા સુપોષણવાળુ અન્ન પેદા કરવા માટેનો મૂળભુત આધારે ભૂમિ છે. ફક્ત દેશી ગાયના ગોબર, ગૌમુત્ર થકી વિવિધ બનાવટ પંચગવ્ય અને જીવામૃતના વપરાશ થકી ભૂમિને સુપોષિત કરવા તથા તેને સુધારવા ના પગલા લેવા માટે ગાયઆધારિત ખેતી કરવા ઉપર ભાર મુક્યો હતો.

નવસારી જીલ્લા કિસાન મોરચાનાં પ્રમુખ દેવાંશું જે. દેસાઈએ હરીયાળી ક્રાંતી થકી ઉત્પાદન વધારતાં જમીનનું અવશોષણ થયું છે. માટે હાલના કપરા સમયમાં ભૂમિને સજીવ રાખવા તથા ગુણવત્તાસભર ઉત્પાદન મેળવવા ખેડૂતોએ રસાયણનાં આડેધડ વપરાશ ઘટાડીને સજીવખેતી તથા ગાય આધારીત કરવા તેમજ ખેતીમાં વર્મીકંપોસ્ટનો જ ઉપયોગ કરવા પર ભાર મૂક્યો હતો. તથા ખેડૂતોએ કૃષિ યુનિવર્સિટી, નવસારીનો વધુમાં વધુ લાભ લેવા જણાવ્યું હતું.

પ્રગતીશીલ ખેડૂત ઠાકોરભાઈ પટેલે ધાન્ય, કઠોળ અને શાકભાજીની પાકોમાં ખુબ જ ગુણવત્તાસભર ઉત્તપાદન મેળાવવા ગાય આધારીત વિવિધ દ્રવ્યો જેવા કે પંચગવ્ય, જીવામૃત, ઘનજીવામૃત, છાશ અને ગૌમુત્ર અને ગોબરનાં ઉપયોગ થકી ભૂમિ પોષણ અંગેની વિસ્તૃત માહિતી આપી હતી. નંદનવન ગૌશાળાના ભરતભાઈ પટેલે આદર્શ ગૌશાળાની સ્થાપનાની સાથે ખેતીમાં ગાયનાં અમૂલ્ય યોગદાન અને તેની વિવિધ બનાવટો થકી જમીનમાં જરૂરી ખૂટતા પોષક તત્વો અને સુક્ષ્મતત્વો ઉમેરવા તથા રોગજીવાતને આવતાં અટકાવવા માટેનાં પગલા વિશેની જાણકારી આપી હતી. આ વેબિનરમાં સમગ્ર રાજયમાં થી 75થી વધુ પ્રગતિશીલ ખેડૂત ભાઈ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ મુજવતા પ્રશ્નોનુ નિરાકરણ મેળવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો