તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહિલા શોષણ પર પ્રકાશ:નવસારીના કલાકારોએ બનાવી IPC 100 શોર્ટ ફિલ્મ

નવસારી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે વિશ્વ મહિલા દિને રાત્રે આ ફિલ્મ યુ-ટ્યુબ પર પ્રસારિત થશે

આજના સમયમાં મહિલાઓ પુરુષની સમોવડી બની છે ત્યારે કામના સ્થળે કે ઉચ્ચ અધિકારીઓ દ્વારા મહિલા કર્મચારીઓનું શોષણ થતું હોય છે. તાજેતરમાં કોરોના વોરિયર્સ મેઘા આચાર્યની ઉચ્ચ અધિકારીઓ દ્વારા જાતિય સતામણી થતા આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હતું. આજે પણ હજારો મેઘા આચાર્ય આપણી આસપાસ વગર વાંકે સહન કરી રહી છે ત્યારે આવી મહિલાઓને ન્યાય મળે તે માટે નવસારીમાં સિને ડ્રિમઝ પ્રોડક્શન દ્વારા નવસારીના કલાકારોને લઇને બનાવેલી શોર્ટ ફિલ્મ IPC 100 ફિલ્મ આંતરરાષ્ટ્રીય મહિલા દિને યુ ટયૂબ પર પ્રસારિત થશે.

નવસારીનું સિને ડ્રીઝ પ્રોડકશન્સ દ્વારા ઘણાં વર્ષોથી સમાજનેને કંઇક સારું આપવાના હેતુથી શોર્ટ ફિલ્મનું નિર્માણ કરી રહી છે. જેમાંની ઘણી ફિલ્મોને રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય સ્તર સુધી ખ્યાતિ મળી છે. હાલમાં આ પ્રોડક્શન હેઠળ સત્યઘટના પર આધારિત શોર્ટ ફિલ્મ IPC 100નું નિર્માણ થયું છે. આ શોર્ટ ફિલ્મ આંતરરાષ્ટ્રીય મહિલા દિને રાત્રે 8.30 કલાકે ‘cine dreamz productions’ નામની યુ-ટ્યૂબ ચેનલ પર પ્રસારિત કરવામાં આવશે.

આ શોર્ટ ફિલ્મમાં મુખ્ય કલાકારો તરીકે હિના ધ્રુવી, ધ્રુમન ભટ્ટ, મનોજ બાખરુ, કીનીતા વ્યાસ, કેના ભારતી, સુમિત રાણા, રાજ સાચલા, રિદ્ધિ જોશી, ગોપી ભટ્ટ, પુજા વૈદ્ય નવસારીના છે. ફિલ્મમાં સિનેમેટોગ્રાફર તરીકે અવિ શુક્લ, એડિટર તરીકે ધ્રુમન ભટ્ટ, આસિસ્ટન્ટ ડિરેકટર તરીકે રિદ્ધિ જોશી અને ધ્રુવ દવે, ફિલ્મના લેખક ચિરાગ ભટ્ટ, ધ્રુમન ભટ્ટ, ધ્રુવી હીના છે. ફિલ્મ માટે લીગલ એડવાઈઝર એડવોકેટ શિવાની ચાહવાળા છે.

સમાજની હજારો મેઘા આચાર્યને ન્યાય મળે તે માટેનો પ્રયાસ
આ ફિલ્મ ખાસ કરીને નોકરીના સ્થળે સ્ત્રીઓ અને યુવતીઓને જે હેરાનગતિ થાય છે તેના પર આધારિત છે, 10 મિનિટની આ શોર્ટ ફિલ્મમાં સમાજમાં બદલાવ લાવવાના પ્રયાસો જ થયા છે. સમાજમાં હજારો મેઘા આચાર્ય છે, આવી મહિલાઓને ન્યાય મળે તે માટે મહિલા દિને અમારી શોર્ટ ફિલ્મ રજૂ થશે. > ચિરાગ ભટ્ટ, પ્રોડ્યુસર અને ડિરેકટર, નવસારી

અન્ય સમાચારો પણ છે...