આવેદન:દાંડી રૂટની બસ ઉપર ગાંધીજીને લગતા ચિત્રો લગાડવા રજૂઆત

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તમામ ખર્ચ જાગૃત નાગરિકો ઉપાડવા તૈયાર

નવસારીમાં ગાંધીપ્રેમી જાગૃત નાગરિકોએ ડેપો મેનેજર વિપુલ રાવલને લેખિતમાં આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યું કે 6ઠ્ઠી એપ્રિલે મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ અમદાવાદથી પગપાળા ચાલી નવસારીના દાંડી ગામે આવી મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો અને અંગ્રેજોના પાયામાં લૂણો લગાડ્યો હતો.

દાંડી આજે દુનિયાના નકશે ચડ્યું છે. આજની પેઢી ગાંધીજીને યાદ કરે તે માટે દાંડી ગામે આવતી જતી બસો ઉપર ગાંધીજી અને ઐતિહાસિક દાંડીને લગતા ચિત્રો લગાડાય તેવી માંગ કરી હતી.

જો એસટી નિગમ પરવાનગી આપશે તો
ગાંધીજી અને દાંડી એકબીજાના પર્યાય છે. જો એસટી નિગમ અમને પરવાનગી આપે તો બસ ઉપર દાંડી અને ગાંધીજીના ઐતિહાસિક ચિત્રો અમે બસ ઉપર ચિતરાવીશું. જેનો તમામ ખર્ચ સંસ્કારી નગરીના ગાંધીવાદીઓ આપશે. > ઉપેશ પટેલ, સામાજિક કાર્યકર

અન્ય સમાચારો પણ છે...