• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Interesting Story Of Ganesha Temple In Sisodra Village Which Shocked Even Aurangzeb, 20 Bighas Of Land Had To Be Given To The Cruel Invader.

ગણેશવડ મંદિરનો અનોખો ઇતિહાસ:ઔરંગઝેબને પણ હંફાવનાર સિસોદ્રાના ગણેશ મંદિરની રસપ્રદ કહાણી, ક્રૂર આક્રમણકારને પણ આપવી પડી હતી 20 વીઘા જમીન

નવસારી20 દિવસ પહેલા
  • બાદશાહના સૈનિકોને ઝેરી ભમરાઓ કરડતાં ભાગવું પડ્યું હતું
  • બાદશાહે ગણપતિને શીશ નમાવીને 20 વીઘા જમીન બક્ષિસમાં આપી

નવસારીને અડીને આવેલા સિસોદ્રાનું ઐતિહાસિક ગણેશવડ મંદિર અનોખો ઇતિહાસ ધરાવે છે. ગણપતિએ મુઘલ સમ્રાટ ઔરંગઝેબને પરચો બતાવતાં સમ્રાટને મંદિરના નિભાવ પેટે 20 વીઘા જમીન બક્ષિસમાં આપવી પડી હતી. વર્ષ 1660-62ના અરસામાં નવસારી પંથકમાં મુઘલ સમ્રાટ ઔરંગઝેબનું શાસન હતું, જેણે પોતાના શાસનમાં અનેક મંદિરો તોડ્યાં હતાં. જ્યારે તેની નજર નવસારીને અડીને આવેલા સિસોદ્રાના ગણેશ મંદિર પર પણ પડી હતી, પણ બાદશાહ આ મંદિર તોડી શક્યો નહોતો, જેનો રસપ્રદ ઇતિહાસ જોઈએ આ અહેવાલમાં.

બાદશાહના સિપાહીઓ ડરના માર્યા ભાગી ગયા
આ અંગે માહિતી આપતા ગણેશવડ મંદિરના પૂજારી પરિવારના કલ્પેશભાઈ ગોસ્વામી જણાવે છે, ઔરંગઝેબના સિપાહીઓ આ મંદિર પર હુમલો કરવા આવ્યા હતા, પરંતુ અહીં અચાનક ઝેરી ભમરાઓ નીકળીને સિપાહીઓને કરડ્યા હતા. જેથી ડરના માર્યા સિપાહીઓ ભાગી ગયા હતા. આ વાતની જાણ ઔરંગઝેબને થતાં તેણે મંદિર તોડવાનું માંડી વાળ્યું હતું અને ગણપતિજી હાજરાહજૂર હોવાનો પુરાવો મળતા મંદિરના નિભાવ પેટે ત્યાંની 20 વીઘા જમીન પણ બક્ષિસ આપી દીધી હતી.

સિસોદ્રા ગામ પણ સિસોદ્રાગણેશ થયું
તેઓ આગળ જણાવે છે, એ સમયે તેમની 8મી પેઢીના મોહનગીરી ગોસ્વામી પૂજારી હતા. અહીં ઉલ્લેખનીય છે કે સિસોદ્રા ગામ પણ સિસોદ્રાગણેશ થયું. નવસારી પંથકમાં સિસોદ્રા નામનાં બે ગામો આવેલાં છે. અન્ય જિલ્લામાં પણ સિસોદ્રા નામનાં ગામ હોવાનું જાણવા મળે છે. અહીં નવસારીમાં એક સિસોદ્રા આરક ગામ છે. જ્યારે બીજું સિસોદ્રા ગામ સાથે અહીં ઐતિહાસિક ગણેશ મંદિર હોઈ પણ જોડાયું અને સિસોદ્રાગણેશ થયું છે.

ઔરંગઝેબે 6 મંદિર માટે જમીન બક્ષિસ કરી હતી
ઔરંગઝેબે આખા ભારતમાં 6 જગ્યાએ હિન્દુ ધર્મસ્થાનો માટે જમીન બક્ષિસ આપી હોવાનો ઇતિહાસ અને દસ્તાવેજ છે, જેમાંનું એક સિસોદ્રાનું ગણેશવડ મંદિર પણ છે. ઔરંગઝેબ માટે ભૌગલિક રીતે પણ સિસોદ્રાગણેશ મહત્ત્વનું હતું.

અન્ય સમાચારો પણ છે...