મુલાકાત:લુન્સીકુઇ મેદાનમાં સ્વચ્છતા મુદ્દે અસુવિધા દૂર કરવા સૂચનો અપાયા

નવસારી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાના સીઓની ચેમ્બરના સભ્યો સાથે ચર્ચા

નવસારી-વિજલપોર નગર પાલિકાના ચીફ ઓફિસરે રવિવારે સવારે અચાનક લુન્સીકૂઇ મેદાનની સ્થળ વીઝીટ કરી હતી, જ્યાં ચેમ્બર ઓફ કોમર્સના સભ્ય સાથે મુલાકાત કરી મેદાનમાં સ્વચ્છતા જળવાય રહે તે બાબતે સમજ આપી વિકાસ માટેના સૂચનો પણ કર્યા હતા.

નવસારી-વિજલપોર પાલિકાના ચીફ ઓફિસર જે.યુ.વસાવાએ રવિવારે વહેલી સવારે લુન્સીકૂઇ મેદાન પર જઈ અને સાથે ચેમ્બર ઓફ કોમર્સના સભ્ય સાથે મુલાકાત કરી હતી. નવસારી વિજલપોર શહેરમાં સ્વચ્છતા જળવાય રહે તે બાબતે સમજ આપી હતી. સેનેટરી શાખાના કર્મચારીઓ દ્વારા સમગ્ર લુન્સીકૂઇ મેદાનની સાફ સફાઈ કરવામાં આવી હતી અને નવસારી શહેરમાં સ્વચ્છતા જળવાયએ બાબતે પાલિકાના કર્મચારીઓને સમજ આપવામાં આવી હતી. નવસારીમાં રમતગમત માટે આવેલ એક માત્ર લુન્સીકુઈના મેદાનમાં સવારે વોકિંગ માટે આવતા લોકોને અસુવિધાઓ ન થાય તે માટે પણ સૂચન આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...