ચૂંટણી 2022:સરકારનું બેનર ‘મત આપવાનું ભૂલતા નહીં’તેને બદલે ‘ભૂલતા નહીં’ ના બેનર લાગ્યા

નવસારી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અધૂરા વાક્યને લઇ લોકોની સો.મીડિયામાં ટિપ્પણી

નવસારી શહેરમાં શનિવારે સરકારી તંત્ર દ્વારા એક બેનર લગાવ્યું હતું. જેને પગલે આખા શહેરમાં સોશિયલ મીડિયામાં આ બેનર ચર્ચાને સ્થાન મળ્યું હતું. જેને પગલે સરકારી અધિકારીઓએ આ બોર્ડ બાબતે ખુલાસો કરવાની ફરજ પડી હોવાની માહિતી મળી છે.મળતી માહિતી મુજબ નવસારી શહેરમાં કલેકટર કચેરી પાસે, કાલિયાવાડી, લુન્સીકૂઈ પાસે સર્કિટ હાઉસ પાસે, જુનાથાણા સર્કલ પાસે, તિઘરા રોડ પાસે એમ 5 બેનર જાહેર રોડ પર માર્યા હતા. આ બેનર નીચે કંઈ લખ્યું ન હતું. આ બેનરની તસવીર સોશિયલ મીડિયામાં ફરતા લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું.

જેમાં સરકાર દ્વારા ‘મત આપવા ભૂલશો નહીં’ તેમ બેનરનો અર્થ હતો પરંતુ બેનરની નીચે કંઇ ન લખતા કે કોઈપણ જાતના પ્રકાશકની માહિતી નહીં મુકાતા લોકોએ ટિપ્પણી કરી હતી. જેમાં સર્વોદયનગરનું મંદિર, મોંઘવારી, કોરોના સમયે સરકારનું મીસ મેનેજમેન્ટ, બેરોજગારી, ભ્રષ્ટચાર વગેરે મુદ્દા ઉઠ્યાં હતા. આ બેનરની તસવીર સોશિયલ મીડિયામાં ફરતા સરકારી વિભાગે સ્પષ્ટતા આપી કે લોકોએ ‘મત આપવા ભૂલતા નહીં’ તેમ હતું પરંતુ અધૂરા બોર્ડ ફરતા લોકોએ સોશિયલ મીડિયામાં સરકારની ચૂટકી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...