તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચૂંટણીની અદાવત:જોગવડ ગામે થયેલી હત્યામાં આરોપીઓનો નિર્દોષ છૂટકારો

નવસારી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રા.પંચાયતની ચૂંટણીની અદાવતમાં હુમલો થયો હતો

જોગવડ ગામે 29મી ડિસેમ્બર 2016એ અશોકભાઈ છીતુભાઈ નાયકાની સતીષ ઉર્ફે શૈલેષ નાયકા, સંજય નાયકા, રમેશ નાયકા, અરવિંદ નાયકા, અનિલ નાયકા વગેરેએ મૃતકે ગાળો ન આપવા જણાવતા સતીષે કુહાડી વડે ઇજા પહોંચાડી તથા અન્ય આરોપીઓએ છૂટા હાથે મારામારી કરી તથા હુમલો કરી અશોકભાઈનું મોત નિપજાવ્યું હતું. આ બાબતે આરોપીઓ વિરૂધ્ધ ચીખલી પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. આ કામે આરોપી સતિષ, સંજય, રમેશ નાયકા તરફે એડવોકેટ પ્રતાપસિંહ કે મહિડા તથા આરોપી અરવિંદ અને અનિલ નાયકા તરફે એડવોકેટ જે.વી.પટેલે દલીલ કરી હતી.

જેમાં જણાવ્યું કે ફરિયાદ પક્ષ પોતાનો કેસ સાબિત કરવામાં સદંતર નિષ્ફળ ગયો છે. ફરિયાદ પક્ષ આ કામની ફરિયાદ સાબિત કરી શક્યો નથી તેમજ ફરિયાદ શંકાસ્પદ હોવાનું જણાય છે તેમજ તબીબી પુરાવો પુરવાર કરવામાં ફરિયાદ પક્ષ નિષ્ફળ ગયો છે. તબીબી પુરાવો જોતા જેમાં હુમલા કરનારના નામો દર્શાવેલ નથી તેમજ જે ઇજા બતાવવામાં આવી છે તે કુહાડીથી થઈ શકે તેવી નથી. તબીબી પુરાવો જોતા ફરિયાદ પક્ષનો કેસ માની શકાય તેમ નથી. ફરિયાદી મૃતકનો પુત્ર હોવા છતાં તેણે મૃતકને સારવાર માટે લઈ જવાની કોઈ તજવીજ કે બચાવવાનો પ્રયત્ન કર્યો નથી.

તે જોતાં બનાવ સમયે તેમની તથા બીજા નજરે જોનાર સાહેદની જુબાની વિરોધાભાષી હોવાથી બનાવ સમયે તેમની હાજરી માની શકાય તેમ નથી તેમજ તબીબી પુરાવો જોતા ઇજા મૃત્યુ નિપજાવવા પૂરતી ન હતી અને ઈજા ગંભીર પ્રકારની ન હતી તેમજ તે શરીરના નાજુક ભાગે ન હતી. જેથી આઇપીસી 302નો ગુનો બની શકે નહીં તેમજ આ કામે બનાવવાળી જગ્યા પણ ફરિયાદ પક્ષ પુરવાર કરી શકી નથી.

દર્દીને તપાસનાર ડોક્ટરને ફરિયાદ પક્ષે તપાસેલ નથી વગેરે દલીલો તથા તે અનુસંધાને હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના ચૂકાદાઓ રજૂ કર્યા હતા. જેને કોર્ટે ગ્રાહ્ય રાખી તમામ આરોપીઓને શંકાનો લાભ આપી નવસારીના બીજા અધિક સત્ર ન્યાયાધીશે છોડી મૂકવાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...